Gondal-ગોંડલ મા આશાપુરા ડેમ માં પડી યુવાને આપઘાત કર્યો:બે બહેનોનાં એકના એક ભાઇના મોત થી પરિવાર હતપ્રત.
ગોંડલ ની સંઘાણીશેરી માં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર આશાપુરા ડેમ માં ઝંપલાવી મોત મીઠુ કરતા ફાયર સ્ટાફે ડેમ માંથી યુવાન નાં મૃતદેહ ને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરીછે.
પ્રાપ્ત વિગત મુજબ સંઘાણી શેરીમા રહેતા કાર્તિક ઉર્ફ મુદો જગદીશભાઈ વાઘેલા ઉ.૩૨ સવારે તેની માતાને રાજકોટ જાઉછુ તેવુ કહી ઘરેથી નિકળ્યા બાદ સાંજે તેનો મૃતદેહ આશાપુરા ડેમ માંથી મળી આવ્યો હતો.કાર્તિક ના પિતા રાજકોટ સિવિલ હોસ્પિટલ મા બિમારી સબબ દાખલ છે.
પરીવારે કાર્તિક રાજકોટ પિતાની ખબર કાઢવા ગયાનુ માન્યુ હતુ.પરંતુ કાર્તિકે ડેમ ના ઉંડા પાણીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.મૃતક બે બહેનો વચ્ચે એકજ ભાઇ હતો.
બનાવ ના પગલે પરીવાર મા રોકકળ મચી જવા પામી હતી.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરીછે