Gondal-ગોંડલ નાં મસીતાળા માં બે માશુમ દિકરીઓ સાથે માતાએ કુવો પુર્યો:સામુહિક આપઘાત ની ઘટનાએ મસીતાળા હબકી ગયુ:ચારણ પરીવાર મા બની કરુણાંતિકા.
ગોંડલ થી ૧૮ કીમી.દુર તાલુકાનાં મસીતાળા ગામે મહીલાએ પોતાની બે માશુમ બાળકીઓ સાથે ગામ બહાર આવેલા ગ્રામ પંચાયત ના કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા મસીતાળામાં અરેરાટી મચી જવા પામી હતી બનાવની જાણ ગોંડલ પોલીસ તથા ફાયરબ્રિગેડ ને કરાતા માતા પુત્રીઓ ના મૃતદેહ કુવા બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવની કરુણતા એ છે કે મહીલાના પતિએ પણ બે વર્ષ પહેલા આપઘાત કર્યા હતો.
પ્રાપ્ત વિગત મુજબ મસીતાળા રહેતા અને પશુપાલન તથા દુધનો વ્યવસાય કરતા રામભાઇ વિજાણી ના પરણીત પુત્રી રાણીબેન દેવરામભાઇ માલાણી ઉ.૩૦ બપોરનાં સુમારે પોતાની બે વર્ષ ની જોડયા બાળકીઓ રાજલ અને વેજલ ને લઈ ગામ ની બહાર આવેલા ગ્રામ પંચાયત ના પાણી ભરેલા એંસીફુટ ઉંડા કુવામાં ઝંપલાવી આપઘાત કર્યા હતો.થોડી કલાકોમાં માતા પુત્રીઓ ની લાશ પાણીમાં તરતી હોય ગ્રામ જનો એકઠા થઈ સુલતાનપુર પોલીસ તથા ગોંડલ ફાયરબ્રિગેડ ને જાણ કરાતા ફાયર ઓફિસર વાછાણી તરવૈયાઓની ટીમ સાથે મસીતાળા દોડી ગયા હતા.અને કુવામાં થી ત્રણેય મૃતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસ સુત્રો અનુસાર બન્ને માશુમ બાળકીઓ સાથે કુવો પુરી મોત મીઠુ કરનાર રાણીબેન નાં લગ્ન પાંચ વર્ષ પહેલા જુનાગઢ ના પાદરીયા ગામે દેવરામભાઇ સાથે થયા હતા.બે વર્ષ પહેલા દેવરામભાઇ એ કોઈ અગમ્ય કારણોસર ઝેરીદવા પી લઈ આત્મહત્યા કરી હતી.એ સમયે રાણીબેન સગર્ભા હતા.પતિનાં મૃત્યુ બાદ રાણીબેન મસીતાળા પિતાને ત્યા માવતર રહેવા આવી ગયા હતા અને બે જોડકા દિકરીઓ ને જન્મ આપ્યો હતો.બનાવ ને પગલે પરીવાર હતપ્રત બનવા પામ્યો હતો.અને બે માશુમ બાળકીઓ સહિત માતાની અર્થી ઉઠતા મસીતાળા શોકમગ્ન બન્યુ હતુ.બનાવ અંગે સુલતાનપુર પોલીસ મથક ના મયુરભાઈ સોલંકીએ પીએમ સહિત ની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરીછે.