Gondal-ગુજરાતમાં દારૂ બંધી નામની:ટ્રકમાં વેસ્ટિજ કપડાની આડમાં સંતાડેલો 55 લાખનો દારૂ ઝડપાયો : ટ્રકમાં રાજસ્થાની દારૂની મોટા પાયે થતી હતી હેરાફેરી.
રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ગત મોડી રાત્રે ટ્રકમાં વેસ્ટિજ કપડાની આડમાં સંતાડેલો 55 લાખનો દારૂ ગોંડલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. સૌરાષ્ટ્રમાં ટ્રકોમાં મોટા પાયે રાજસ્થાની દારૂની હેરાફેરી કરવામાં આવે છે. પોલીસે 1153 પેટી દારૂ, ટ્રક, મોબાઈલ અને રોકડ સહિત 70 લાખની મતા જપ્ત કરી ને ટ્રક ચાલકની પોલીસે ધડપકડ કરી છે.
પોલીસે 1153 પેટી દારૂ, ટ્રક, મોબાઈલ અને રોકડ સહિત 70 લાખની મતા જપ્ત કરી.
રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ગોંડલ તાલુકાના ભોજપરા ગામ પાસે ગત મોડી રાત્રે ટ્રકમાંથી ગોંડલ તાલુકા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વેસ્ટ કપડાંની ગાંસડીની આડમાં 1153 પેટી વિદેશી દારૂ સંતાડીને હેરાફેરી કરવામાં આવતી હતી તાલુકા પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક જપ્ત કર્યા છે.
ટ્રક ચાલક અશોકકુમાર ધર્મરામ માંજુ (રહે – સલારીયા ગામ, તાલુકો સેડવા, જીલ્લો બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરાઈ છે. ગોંડલ તાલુકા પોલીસે રૂપિયા 55,34,400/- કિંમતની 1135 દારૂની પેટી, રૂપિયા 15 લાખ કિંમતનો ટ્રક, રૂપિયા 5000/- કિંમતનો મોબાઇલ અને રોકડ રૂ.1,500/- સહિત કુલ રૂ.70,40,900/- કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે. રાજસ્થાનથી દારૂ મોકલનાર બે આરોપીઓ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ગોંડલ તાલુકા પોલીસના PSI જે.એમ.ઝાલા, ASI મહીપાલસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ, મયૂરધ્વજસિંહ રાણા, શક્તિસિંહ, મુકેશભાઈ, અને હરેશભાઇ સહિતની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.