Jetpur-જેતપુર સીટી પો.સ્ટે વિસ્તારમાંથી ડીગ્રી વગરના ડોક્ટરને મેડિકલ પ્રેક્ટિસ કરતા પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ ઓ જી બ્રાન્ચ.

 રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  નાઓએ મેડિકલ સર્ટિફિકેટ વગર લોકોની જિંદગી સાથે
ચેડા કરતા ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જેથી પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ  દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી કોઇ પણ પ્રકારના મેડીકલ સર્ટીફીકેટ રાખ્યા વગર લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના કરવામાં આવેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી i/cપોલીસ ઇન્સપેક્ટર  બી.સી.મીયાત્રા ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના એ.એસ.આઇ અતુલભાઇ ડાભી એસ.ઓ.જીના સ્ટાફ સાથે જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા. દરમ્યાન બાતમી આધારે હકિકત મળેલ કે, જેતપુર ભોજાધાર મેઇન ચોકમાં આવેલ એક દુકાનમાં ઇરફાન ઇકબાલભાઇ મકવાણા રહે.જેતપુર વાળો કોઇપણ જાતની ડોક્ટરી કે મેડીકલ સર્ટી વગર દવાખાનું ચલાવે છે. જે મળેલ હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી ગેરકાયદેસર પ્રેક્ટીસ કરતા ડોક્ટરને પકડી પાડી જેતપુર સીટી પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીઃ-
ઇરફાન ઇકબાલભાઇ મકવાણા જાતે-ધાચી ઉ.વ-૩૦ ધંધો-મેડીકલ પ્રેક્ટીસ રહે,જેતપુર કણકીયા પ્લોટ પાછળ ફુલવાડી ઢોરા પાસે જેતપુર જી.રાજકોટ
કબ્જે કરેલ મુદામાલઃ-
– સીરીજ, નીડલ તથા મેડીકલ પ્રક્ટીસને લગતો સામાન તથા રોકડ રૂ.૧૧૫૦/- તથા – જુદા-જુદા રોગોની એન્ટીબાયોટીક દવાઓ જેની કુલ કિંમત રૂ.૭,૧૪૫/- –
કામગીરીમાં રહેલ અધિકારી/કર્મચારીઃ-
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના i/cપોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.સી.મીયાત્રા એ.એઇ.આઇ અતુલભાઇ ડાભી પો.હેઙ.કોન્સ તથા અમિતભાઈ કનેરીયા તથા હિતેષભાઇ અગ્રાવત તથા વિજયભાઇ વેગડ તથા ભગીરથસિંહ જાડેજા તથા જયવિરસિહ રાણા તથા અરવિંદભાઇ દાફડા પો.કોન્સ વિજયગીરી ગૌસ્વામી તથા રણજીતભાઇ ધાધલ તથા કાળુભાઇ ધાધલ તથા અમિતભાઇ સુરૂ સહિતના ઓએ કામગીરી કરી હતી.
error: Content is protected !!