Surat-સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા સફાઇ કામદારો અને આંગણવાડી નાં અશાવર્કર કર્મચારીઓનો દિવાળી સન્માન સમારોહ યોજાયો.
સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા શહેર નાં મોટા વરાછા તેમજ ઉતરાણ નાં સફાઈ કર્મચારી તેમજ આંગણ વાડી નાં આશા વર્કર બહેનોનો દિવાળી સ્નેહમિલન સમારોહ હરી ઓમ પાર્ટી પ્લોટ મોટા વરાછા ખાતે સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો
સંસ્થા નાં પ્રમુખ ઘનશ્યામ બિરલા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે મોટા વરાછા તેમજ ઉતરાણ માં ફરજ બજાવતા 150 સફાઈ કર્મચારી ઓ તેમજ આંગણવાડી ની 20 આશા વર્કર બહેનોને ને દિવાળી ની મીઠાઈ તેમજ સાડી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આપડા શહેર ને સ્વચ્છ રાખતા એસ એમ સી નાં કર્મચારી ઓ શહેર ને સ્વચ્છ રાખી ને પોતાની દિવસ રાત ફરજ બજાવે છે તેના પ્રતાપે આજે સુરત શહેર ભારત માં સ્વચ્છતા માં બીજા નબર પર છે જેના શ્રેય આપડા સફાઈ કર્મીઓને જાય છે તેને સંસ્થા દ્વારા આપડી નાગરિક ધર્મ ની ફરજ સમજી ને સન્માનિત કરવાનો અમારી સંસ્થા નો એક નાનકડો પ્રયાસ છે
આજના આ કાર્યક્રમ માં એસ એમ સિ નાં ઉતરાણ વોર્ડ ના એસ એન પટેલ સાહેબ મોટા વરાછા નાં ભટ્ટ સાહેબ તેમજ તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી તેમજ કિશોર ભાઈ સોજીત્રા રસિક ભાઈ વસાણી ફાર્મ નાં ઓનર ડાયાભાઇ એ હાજરી આપી હતી સંસ્થા નાં ડો મધુંકાન્ત ગોંડલિયા. હરેશ માંગરોળીયા,ઘનશ્યામ પાધરા બાબુ લાલ હડિયા વિગેરે એ હાજર રહી પોગ્રામ ને દીપાવ્યો હતો કાર્યક્રમ નું સુંદર સંચાલન ટ્રસ્ટી દિલીપ વરસાની દ્વારા કરવામાં આવ્યું હતું.