ગોંડલ નાં રાજાશાહી સમય ના બન્ને પુલ ભારે વાહનો માટે બંધ કરાશે: કલેકટર નુ જાહેરનામુ સોમવારે બહાર પડશે:પરીવહન ને ભારે ધક્કો:આઠ થી દશ કી.મી.નો ફેરો મારવો પડશે:સુરેશ્રવર મહાદેવ નો વૈકલ્પિક રસ્તો અને પુલ બિસ્માર.

ગોંડલ ના રાજાશાહી સમય ના હોસ્પિટલ તરફ જતા અને પાંજરાપોળ થી ઘોઘાવદર મોવિયા ના માર્ગ ને જોડતા બન્ને હેરિટેઝ પુલ જર્જરીત હોય હાઇકોર્ટ મા વકીલ શ્રી યતિષભાઈ ગોવિંદભાઈ દેસાઈ એ કરેલી જાહેરહીત ની અરજી ના અનુસંધાને હાઇકોર્ટે આ મુદાની ગંભીર નોંધ લઈ તંત્ર ની આકરી ટીકા કરી તા.૧૦ ઓક્ટોબર પહેલા જોખમી બનેલા બન્ને પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યા બાદ તંત્ર સફાળુ જાગી દોડતુ થયુ છે.


નગરપાલિકા ના ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસે જણાવ્યુ કે જીલ્લા કલેકટર દ્વારા તા.૬ સોમવાર ના બન્ને પુલ પર ભારે વાહનો ની અવરજવર બંધ કરવા જાહેરનામુ બહાર પડશે. વાહનો ની વૈકલ્પિક વ્યવસ્થા માટે મુખી પંપ પાસે થી સુરેશ્રવર મહાદેવ જવાના રસ્તે થી સુરેશ્રવર ચોકડી ના માર્ગ નો ઉપયોગ કરાશે.


પાંજરાપોળ નો પુલ તથા હોસ્પિટલ ભગવતપરા તરફ જવા માટેનો પુલ મોવિયા, ઘોઘાવદર, જસદણ, ભાવનગર, અમરેલી,બગસરા,ધારી,ઉના,દિવ સહિત ને જોડતો પરીવહન માટે અતિ મહત્વ ના પુલ છે.અહીથી રોજીંદા સાઇઠ થી સિતેર એસટી બસો ની આવન જાવન છે.ઉપરાંત સિમેન્ટ,ઓઈલમીલ,મમરા,જીનીંગ સહિત ના ઉદ્યોગ તથા માર્કેટ યાર્ડ માટે માલની હેરાફેરી આ પુલ પરથી થતી હોય છે.સિવિલ હોસ્પિટલ જવા એમ્બ્યુલન્સો પણ પુલ પરથી પસાર થતી હોય છે.સ્કુલ બસોની આવન જાવન પણ રોજીંદી થતી હોય છે.ભારે વાહનો માટે આ બન્ને પુલ બંધ કરાશે ત્યારે વાહન ચાલકોને અંદાજે આઠ થી દશ કી.મી. નુ ચક્કર કાપવુ પડશે.
સુરેશ્વર રોડ પર નદી પર નો પુલ પણ જોખમી છે.હદ થી વધુ નુ પરીવહન આ પુલ ખમી શકે કે કેમ એ પણ એક સવાલ છે.

error: Content is protected !!