ગોંડલ તાલુકાના ઘોઘાવદરના પાંચ મહિનાને ભૂલકાની હૃદય રોગની સારવાર અમદાવાદની સરકારી હોસ્પિટલમાં કરાતાં બાળકને મળ્યુ નવજીવન.

Loading

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક દવાખાના,રાજકોટ અને અમદાવાની સરકારી હોસ્પિટલમાં અપાઇ વિનામૂલ્યે સારવાર

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના પાંચ મહિનાના બાળકને હૃદયરોગની બીમારીની સારવાર સરકારી હોસ્પિટલમાં તદ્દન વિના મૂલ્યે મળતા આ બાળકને નવજીવન પ્રાપ્ત થયુ છે.

        જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ આપેલી વિગતો મુજબ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના ધૃવ અજયભાઈ જેઠવા (ઉ.વ.૫ મહિના)ની તબિયત સારી ન રહેતા તેનો ગામના દવાખાનામાં જ ઇલાજ કરાવાયો હતો. તપાસ દરમિયાન ધૃવને મોટી બીમારી હોવાની ખબર પડતાં વધુ તપાસ અને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં તેને જન્મજાત હૃદયરોગની બીમારીનું નિદાન થયું હતું.

જેને લીધે ધૃવના માતા-પિતાને ખૂબ ચિંતા થઇ. એવામાં તેમને ખબર પડી કે સરકારી હોસ્પિટલમાં જ ધૃવને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે સરકારી હોસ્પિટલમાં સારવાર મળી શકશે, જેથી તેમને ખૂબ ધરપત થઇ હતી. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે તેમના બાળક ધૃવને પ્રથમ તબક્કે રાજકોટ બાળ જિલ્લા હોસ્પિટલ રાજકોટ ખાતે તપાસ અને સારવાર વિનામૂલ્યે અપાઇ હતી. તેમજ બીજા તબકકે અમદાવાદમાં ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ યુ.એન. મહેતા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ વધુ સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી, જેને લીધે ધૃવ સામાન્ય જીવન જીવી શકશે.

        આમ સરકારી યોજનાની સારવાર બાદ પોતાનો નાનો ભૂલકો ગંભીર બીમારીમાંથી સ્વસ્થ થતાં તેના માતા – પિતાએ સરકારી તંત્રનો આભાર વ્યકત કર્યો હતો.

error: Content is protected !!