Gondal-ગોંડલ સિવિલ હોસ્પિટલ માં દશ બેડ સાથેનુ આધુનિક શિશુ કેર સેન્ટર કાર્યરત:કલેકટર તથા સાંસદ ના હસ્તે ઉદ્ધાટન.
ગોંડલ માં નવજાત શિશુ ની સારવાર માટે રાજકોટ દોડવુ પડતુ હતુ.ત્યારે ગોંડલ ને જિલ્લા કલેક્ટર તથા રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓ સાથે દશ બેડ ના શિશુ કેર યુનિટ ની ભેટ મળીછે.
સિવિલ હોસ્પિટલ મા કલેક્ટર અને સાંસદ ના હસ્તે કેર યુનિટ નુ ઉદ્ઘાટન થવા પામ્યુ છે.
શિશુ કેર યુનિટ માં આધુનિક વોર્મર,મોનીટર, સીરીજ પંમ્પ,ફોટોથેરાપી,મોબાઈલ એક્સરે,સેન્ટ્રલ ઓક્સિજન લાઇન ઉપરાંત અધુરા મહીને જન્મેલ બાળક ને શ્ર્વાસ ના રોગોની સારવાર મળી રહેશે.
શિશુ કેર સેન્ટર માટે રુ.૪૧,૮૧,૨૮૧ ના કુલ ખર્ચ મા કલેક્ટર દ્વારા લોકમેળા ફંડ,સુઝલોન કંપની તથા સરકાર ની ગ્રાન્ટ નો સમાવેશ થાય છે.
સિવિલ હોસ્પિટલ ખાતે દશ બેડ ના શિશુ કેર યુનિટ નુ જીલ્લા કલેકટર પ્રભવ જોશી સાંસદ રમેશભાઈ ધડુક નાં હસ્તે ઉદ્ધાટન કરાયુ હતુ.
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,પ્રાંત અધિકારી રાહુલ ગમારા,જસદણ પ્રાંત અધિકારી રાજેશ આલ, અધિક્ષક ડો.ભાલાળા,ડો.વાણવી,નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,રાજેન્દ્રસિંહ જાડેજા,ધર્મેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ પરવડીયા,શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના દિનેશભાઈ માધડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.