ગોંડલ પંથકમાં મીલર મશીન સહિત ૩ ચોરીનો રૂરલ એલસીબી બ્રાન્ચ એ ભેદ ઉકેલ્‍યો.

જામવાડી અને ગુંદાળામાં બાંધકામ સાઇટ ઉપરથી લોખંડની પ્‍લેટોની કિશોર કારડીયાએ ચોરી કરી’તીઃ ૩.પ૦ લાખનો મુદામાલ કબ્‍જે.

 

ગોંડલ પંથકમાં મીલર મશીન અને બે સ્‍થળે બાંધકામ સાઇટ ઉપરથી લોખંડની પ્‍લેટોની ચોરી કરનાર શખ્‍સને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

 

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ ચોરાઉ મુદામાલ સાથે નજરે પડે છે

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ વણશોધાયેલ ચોરીના ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે એલસીબી ના પોલીસ ઇ. વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇ. એચ. સી. ગોહીલ સ્‍ટાફ સાથે કામગીરીમાં હતાં તે દરમ્‍યાન હ્યુમન રીસોર્સીસ દ્વારા મળેલ ચોકકસ બાતમી આધારે ચોરીના મુદામાલ તથા વાહન સાથે ચોરી કરનાર કિશોર દેવજીભાઇ કારડીયા ઉ.પ૩ રહે. મુ. ખાપટ શ્રીજી સોસાયટી-પ તા. જી. પોરબંદરને એસ. આર. કંપનીનું પીળા કલરનું મીલર મશીન કિ. રૂા. ૭૦,૦૦૦, લોખંડની સેન્‍ટીંગ કામની અલગ-અલગ સાઇઝની પ્‍લેટો નંગ ૩૦૦ કિ. રૂા. ૧,રપ,૦૦૦, રેડમી કંપનીનો એન્‍ડ્રોઇડ મો. ફોન કિ. રૂા. પ,૦૦૦ તથા ટાટા ૪૦૭ વાહન રજી. નં. જીજે-૦૩ ટી-પ૬પર કિ. રૂા. ૧,પ૦,૦૦૦ મળી કુલ મુદામાલ રૂા. ૩,પ૦,૦૦૦ સાથે ઝડપી લીધો હતો.

પકડાયેલ આરોપી બાંધકામ સાઇટ ઉપરથી સેન્‍ટીંગ કામનો સામાન ચોરી કરવાની ટેવ ધરાવે છે. અને આજથી આશરે એકાદ મહીના પહેલા ગોંડલ જામવાડી જીઆઇડીસી વિસ્‍તાર કનૈયા હોટલ પાછળથી બાંધકામ સાઇટ ઉપરથી સેન્‍ટીંગ કામની અલગ અલગ સાઇઝની લોખંડની પ્‍લેટો આશરે નંગ ૧પ૦ ની ચોરી કરેલ હતી. તથા પંદર દિવસ પહેલા ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે ગૌશાળાની બાજુમાં બાંધકામ સાઇટ ઉપરથી સેન્‍ટીંગ કામની અલગ અલગ સાઇઝની લોખંડની પ્‍લેટો આશરે નંગ ૧પ૦ ની ચોરી કરેલ હતી. અને તરણ દિવસ પહેલા ગોંડલ જામવાડી જીઆઇડીસી વિસ્‍તાર કનૈયા હોટલ પાછળથી બાંધકામ સાઇટ ઉપરથી એક પીળા કલરના મીલરની ચોરી કરેલ હતી.તેમજ તેની પાછળના ભાગે બાંધકામ સાઇટ ઉપરથી ૩૦ થેલી સીમેન્‍ટની થેલીઓ અને લાકડાના ટેકાની ચોરી કરેલ હતી.

આ કાર્યવાહી દ્વારકા ક્રાઇમ બ્રાંચના એ. એસ. આઇ. મહેશભાઇ જાની, પો. હેઙ કો. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, દિગ્‍વીજસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, રોહીતભાઇ બકોત્રા, મનોજભાઇ બાયલ, પો. કો. ભાવેશભાઇ મકવાણા, ધર્મેશભાઇ બાવળીયા, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા તથા દિલીપસિંહ જાડેજા વિગેરે સ્‍ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ  હતી.

error: Content is protected !!