Gondal-બીલીયાળા પાસે ડમ્પર હડફેટે બાઇક ચાલક વૃધ્ધ નુ મોત.
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માત માટે કુખ્યાત બીલીયાળા પાસે વહેલી સવારે લ્યુના મોટરસાયકલ ને ડમ્પર ચાલકે હડફેટે લેતા લ્યુના ચાલક દેવીપુજક વૃદ્ધ નુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.બનાવ ના પગલે દોડી ગયેલી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી ના ભાડવા રોડ મફતીયાપરા મા રહેતા અને સેન્ટીંગ નુ કામ કરતા દેવીપુજક વલ્લભભાઈ બાબુભાઇ સેખલીયા ઉ.૬૧ વહેલી સવારે સાડા છ ના સુમારે પોતાનું જીજે.૩ડીઆર.૩૬૦૮ નંબરનું લ્યુના મોપેડ લઈ કોટડા સાંગાણી થી ગોંડલ આવી રહ્યા હતા.ત્યારે નેશનલ હાઇવે બીલીયાળા પાસે રેતી ભરેલા જીજે 05 બીટી 8079 નંબર ના ડમ્પર ચાલકે હડફેટે લેતા મોપેડ સહિત ફંગોળાયેલા વલ્લભભાઈ ડમ્પર ના પાછલા વ્હીલ માં આવી જતા ચકદાઇ જવાથી તેનુ ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યુ હતુ.બનાવ ની જાણ થતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પીટલ ખસાડ્યો હતો.
મૃતક વલ્લભભાઈ ને સંતાન મા બે દિકરા છે.બનાવ અંગે તાલુકા પોલીસ ના પ્રતાપસિંહે તપાસ હાથ ઘરી છે.