ગોંડલ ના રાજાશાહી સમય ના જર્જરીત બનેલા બન્ને પુલ અંગે હાઇકોર્ટ ની ગંભીર તાકીદ:રીપેરીંગ નાં પૈસા નથી નગરપાલિકાએ સ્વિકાર્યુ:તા.3 ના વધુ સુનવણી.

ગોંડલ ના રાજાશાહી સમય ના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલત માં હોય નગરપાલિકા ની બેજવાબદારી અંગે હાઇકોર્ટ મા આઇપીએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી રાજ્ય સરકાર ને નોટિસ પાઠવી આગામી સુનવણી તા.૩ નાં મુક્કરર કરીછે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ના અગ્રણી યતિષભાઈ દેસાઈ એ મોરબી ની પુલ હોનારત ને ટાંકી ગોંડલ ના સવાસો વર્ષ જુના બન્ને પુલ ની હાલત જર્જરીત હોય ભવિષ્ય માં મોરબી જેવી હોનારત ની ભીતી વ્યક્ત કરી નગરપાલિકા ને રજુઆત કરી હતી.


યતિષભાઈ દેસાઈ ના કહ્યા મુજબ નગરપાલિકા પુલ અંગેની રજુઆત પ્રત્યે ગંભીરતા નહી આપતા આખરે તેઓ દ્વારા હાઇકોર્ટ મા આઇપીએલ દાખલ કરાઈ હતી.જેના અનુસંધાને છ માસ પહેલા હાઇકોર્ટ દ્વારા નગરપાલિકા તથા રાજ્ય સરકાર ને પુલ ની વર્તમાન પરિસ્થિતિ અંગે રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો.દરમ્યાન સરકાર, ડિઝાસ્ટર તથા કલેકટર ટીમ દ્વારા બન્ને પુલ ની હાલત જર્જરીત હોય ગમે ત્યારે ધરાશય થવાની શક્યતા દર્શાવતો રિપોર્ટ હાઇકોર્ટ મા રજુ કરાયો હતો.


બે દિવસ પહેલા આ મુદ્દે યતિષભાઈ દેસાઈ દ્વારા પ્રાયોરિટિ પીટીશન દાખલ કરાતા હાઇકોર્ટ દ્વારા આજે હીયરીંગ હાથ ધરાતા હાઇકોર્ટ દ્વારા નગરપાલિકા ને વેધક સવાલ કરાયો હતો કે પુલ ને રીપેરીંગ ની જરુરીયાત હોવા છતા પુલ પર અવરજવર કેમ ચાલુ છે.?

 

વધુ મા લોકોના જીવ સાથે રમત રમવાનું બંધ કરો તેવી ટકોર કરી હતી.દરમિયાન નગરપાલિકા દ્વારા પુલ ના રીપેરીંગ માટે પૈસા નહી હોવાનુ સ્વિકારી પુલ બે સ્ટેટ હાઇવે થી જોડાતો હોવાનુ અને રીપેરીંગ માટે ઉપર જાણ કરી હોવાનુ જણાવ્યુ હતુ.
હાઇકોર્ટે મામલાને ગંભીર ગણાવી રાજ્ય સરકાર ને નોટિસ આપી વધુ સુનવણી તા.૩ ના મુક્કરર કરીછે

error: Content is protected !!