ગોંડલ માં અપમૃત્યુ ની બે ઘટના:યુવતીએ ઝેર પીધુ:બાળક નુ ડુબી જવાથી મોત.

ગોંડલ પંથક માં અપમૃત્યુ ની બે ઘટના સામે આવીછે.
ગોંડલ ના નાગડકા રોડ પર આવેલી રમેશભાઈ વાડોદરીયાની બાજુ મા આવેલા ચેકડેમ મા નહાવા પડેલા શ્યામ સુરેશભાઈ સિંગર આદિવાસી ઉ.૧૦ નુ ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ.મુળ ધાર જીલ્લાના બલવારી તાલુકાનાં વિરપુર ના વતની સુરેશભાઈ સિંગર નો પરીવાર રમેશભાઈ ની વાડીમાં રહી ખેતમજુરી કરેછે.સાંજે પાંચ વાગે શ્યામ ચેકડેમ મા નહાવા પડયો હતો અને ડુબવા લાગ્યો હતો.તેનો બચાવ થાય તે પહેલા તેનુ મોત નિપજ્યુ હતુ.
બીજા બનાવ મા સરધાર રહેતી શિલ્પા ભરતભાઇ સોલંકી ઉ.૨૨ સવારનાં સુમારે વાડીએ આવેલા તેના ઘરે ઝેરી દવા પી લેતા તેનુ મોત નિપજ્યુ હતુ.શિલ્પાબેન ના લગ્ન નવ માસ પહેલા થયા હતા.સાસરે જેઠ સાથે બોલાચાલી થતા તેણી માવતર હતી.તેના પિતા ભરતભાઇ ના જણાવ્યા મુજબ ગત રાતે તેના સાસરે થી ફોન આવ્યા બાદ શિલ્પાબેન અપસેટ બન્યા હતા.અને આજે સવારે ઝેર પી આત્મહત્યા કરી હતી.

error: Content is protected !!