ગોંડલ માં ઘરે ઘરે ખાટલા: હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ: સુલતાનપુર મા મિશ્ર વાતાવરણ થી પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વકર્યો.
ગોંડલ શહેર માં રોગચાળો વકરતા ઘરે ઘરે માંદગી ના ખાટલા મંડાણા છે.ચિકન ગુનીયા, ડેન્ગ્યુ અને વાયરલ ઇન્ફેક્શન સાથે હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ રહીછે.ખુબીની વાત એ ગણાય કે ચિકન ગુનીયા કે તિવ્ર તાવ સાથેનાં લક્ષણો વચ્ચે લેબોરેટરી રિપોર્ટ નોર્મલ આવતા ડોક્ટરો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે.
તાલુકા માં પણ વિષમ પરિસ્થિતિ છે.તાલુકા ના સુલતાનપુર મા મિશ્ર વાતાવરણ મા ઘેર ઘેર વાયરલ તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ના કેસ જોવા મળ્યા છૅ વાદળછાયા વાતાવરણ ને કારણે મિશ્ર ઋતુ થવાંથી રોગચાળો વકર્યો છૅ સુલતાનપુર મા પાણીજન્ય તેમજ મચ્છર જન્ય રોગચાળા એ માજા મૂકી છૅ ત્યારે છેલ્લા અઠવાડિયા મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુલતાનપુર ખાતે ઓપીડી ના કેસ મા વધારો જોવા મળ્યો છૅ
જેમાં શરદી, ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્સન તાવ જેવા કેસો જોવા મળેલ છૅ મલેરિયા ના કેસ તેમજ ડેન્ગ્યુ ચિકનગુનિયા ના શંકાસ્પદ કેસ આવે છૅ ત્યારે સુલતાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીમ વર્ક થી ઘરે ઘરે જઈ કામગીરી કરી 300 જેવા ઘરો નું સર્વે હાથ ધરેલ છૅ આ કામગીરી આવતા અઠવાડિયા સુધી ટીમ વર્ક થી ચાલુ રહેશે તેમજ ગામલોકો ને આ રોગચાળા મા કેમ સાવચેત રહેવું તે બાબત ની માહિતી ટીમ દ્વારા આપવામાં આવે છૅ તેમ મેડિકલ ઓફિસર સુલતાનપુર ના ડો. હિમાલય જયસ્વાલ દ્વારા જણાવવામાં આવ્યું છૅ.