ભડલી ગામ ખાતેથી અફીણ તથા પોષડોડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ,જી.બ્રાંચ.

આગામી દિવસોમાં દિવાળી તથા નુતનવર્ષનો તહેવાર હોય,જે તહેવારમાં આમ નાગરીકો શાંતીમય અને આનંદ ઉત્સાહથી તહેવારની ઉજવણી કરી શકે, તેવા શુભ આશયથી નશીલી ચિજોની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી, મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા મ્હે.પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ નાઓ દ્રારા સુચના કરેલ હોય,

જેથી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્ય તરફથી સદરહુ બાબતે જીલ્લામાં ખાસ પેટ્રોલીંગ કરી, અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને એલ.સી.બી પો.ઇન્સ વી.વી.ઓડેદરા તથા એસ.ઓ.જી શાખાના I/C પોલીસ ઇન્સપેક્ટર બી.સી.મીયાત્રા એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીમાં હતા. દરમ્યાન સંયુક્ત બાતમી આધારે હકિકત મળેલ કે, એક સિલ્વર કલરની મારૂતી વેગેનાર કાર જેના રજી નંબર GJ-13-CA-3352 વાળીમાં ઇસમ મનુભાઇ સામતભાઇ ખાચર ગે.કા.વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થો લઇ ગઢડાથી ભડલી ગામ તરફ નિકળનાર છે.

તેમ હકિકત મળેલ હોય, જે હકિકત આધારે ભડલી ગામ વિંછીયા ચોકડી ખાતે વોચ ગોઠવી રેઇડ કરતા આરોપી મનુભાઇ સામતભાઇ ખાચર રહે, બગડ ગામ તા-રાણપુર વાળાના કબ્જામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ વનસ્પતિજન્ય માદક-પદાર્થ ઓપીયેટના ઘટક વાળો પોષડોડાનો જથ્થો ૫૦૦ ગ્રામ તથા અફીણનો જથ્થો-૫૦ ગ્રામ સાથે ઝડપી પાડી જસદણ પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી:-

મનુભાઇ સામતભાઇ ખાચર જાતે-કાઠી દરબાર ઉ.વ-૬૦ ધંધો-ખેતી રહે,બગડ ગામ તા-રાણપુર જી-અમદાવાદ.

કબ્જે કરેલ મુદામાલઃ-           

(૧) પોષડોડા(ઠાલીયા)નો જથ્થો ૫૦૦ ગ્રામ જેની કિંમત રૂ.૧૫૦૦/-

(૨) અફીણનો જથ્થો ૫૦ ગ્રામ જેની કિંમત રૂ.૧,૨૫૦/- (૩) મોબાઇલ ફોન નંગ-૨ જેની કિંમત રૂ.૧,૫૦૦/-

(૪) મારૂતી વેગેનાર કાર-૧ જેની કિંમત રૂ.૨,૦૦,૦૦૦/- કુલ મુદ્દામાલ

કિંમત રૂ-૨,૦૪,૨૫૦/-

 

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-

પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા તથા એસ.ઓ.જી I/C પો.ઇન્સ શ્રી બી.સી.મિયાત્રા તથા એ.એસ.આઇ અતુલભાઇ ડાભી તથા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા અમીતભાઇ કનેરીયા તથા વિજયભાઇ વેગડ તથા હિતેષભાઇ અગ્રાવત તથા અરવિંદભાઇ દાફડા તથા ભગીરથસિંહ જાડેજા  પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગોસ્વામી તથા અમિતદાન ગઢવી તથા કાળુભાઇ ધાધલ. સહિત ના સ્ટાફ જોડાયો હતો.

error: Content is protected !!