Moviya:-મોવિયા શ્રીનાથગઢ વચ્ચે બાઇક અને યુટીલીટી અથડાતા બાઇક ચાલક નુ મોત.
ગોંડલ તાલુકા ના મોવિયા અને શ્રીનાથગઢ વચ્ચે બપોર ના સુમારે બાઇક અને યુટીલીટી પીકઅપ વાહન સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માત મા બાઇક ચાલક નુ ઘટનાસ્થળે મોત નિપજયુ હતુ.અને યુટીલીટી પલ્ટી ખાઇ ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ મોટી ખીલોરી રહેતા દિલીપભાઈ ગોકળભાઇ પદમાણી ઉ.૫૦ બપોર ના સુમારે સ્પ્લેન્ડર લઈ ગોંડલ આવી રહ્યા હતા.ત્યારે શ્રીનાથગઢ મોવિયા વચ્ચે સામેથી આવી રહેલી જીજે ૩૮ટી ૬૫૫૩ નંબર ની યુટીલીટી સાથે ધડાકાભેર અથડાતા ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે તેમનુ મોત નિપજ્યુ હતુ.અકસ્માત થતા યુટીલીટી પણ રોડ ઉપરથી પલ્ટી ખાઇ ગઇ હતી.
જેમા ચાલક ને સામાન્ય ઇજા પંહોચી હતી.બનાવ ની જાણ તાલુકા પોલીસ ને થતા દોડી આવી કાર્યવાહી કરી હતી.અકસ્માત નો ભોગ બનનાર દિલીપભાઈ ખેતીકામ કરતા હતા.સંતાન મા બે દિકરા અને એક દિકરી હોવાનુ જાણવા મળેલ હતુ.