ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી એ આપેલ ૧૦૭ વર્ષ જુની પ્રાચિન ગરબીમાં લ્હાણી વિતરણ : બાળાઓને સોનાનો દાણો.સોનાનું પેન્ડલ નાની.મોટી.વસ્તુઓ મંડળ દ્વારા આપવામાં આવી.
ગોંડલ નાનીબજર આર્ય શેરી માં સર ભગવતસિંહજી એ ગરબી ભેટ આપી ને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફ થી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દર્શન નો લાભ લઈને ધન્યતા અનુભવતા હતા આજે પણ આ ગરબી એ તેમની પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખી છે ત્યારે આ ગરબી નુ સંચાલન ગૌ.વા. શ્રી તુલસીભાઈ ધડુક દ્વારા કરવામાં આવતું હતું તુલસીભાઈ ધડુક ની પ્રેરણા ને આગળ ધપાવી આ વર્ષે ગ્રુપના ગોવિંદ ધડુક ની રાહબરી હેથળ તેજસભાઇ સંપટ ધાર્મિક વેદ અરબાઝ સુમરા યુગ ભાલાળા પ્રથમ ખેતિયા યશ સંપટ સહિત ના યુવાન દ્વારા ચાચર ચોકમાં પ્રાચીન ગરબી ની પરંપરા જાળવી રાખી માતાજી ની આરાધના આગળ ધપાવી રહ્યા છે.
નાની બાળાઓના રાષ જોવા મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત થતાં હોય છે ત્યારે દરરોજ અલગ અલગ રાષ થકી નવરાત્રી ની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે તેમજ આજુબાજુના રહેવાશીઓ દ્વારા દરરોજ બાળાઓને જમાડવામાં આવે છે અને કઈક લ્હાણી પણ આપે છે ગરબીની બાળાઓના ભુવા રાષ આકર્ષણનુ કેન્દ્ર બને છે દશેરાના દિવસે ગરબીની પૂર્ણાવતી સાથે પાલિકાના પૂર્વ ચેરમેન નિર્મણાબેનધડુક સોનલબેન ધડુક ગોવિંદ ધડુક આર્યશેરી ગરબી મંડળના પ્રમુખ તેજશ સંપટ સહિતના આર્યશેરી ગરબી મંડળના સભ્યો દ્વારા તમામ બાળાઓને સોનાનું પેન્ડલ સોનાનો દાણો. તેમજ અનેક વસ્તુઓનું લ્હાણી વિતરણ કરવામાં આવી હતી જયારે નવરાત્રી દરમિયાન ૧૦૭ વર્ષ જુની પ્રાચીન ગરબીની અનેક રાજકીય અગ્રણીઓ અને સંસ્થાઓએ મુલાકાત કરી પ્રાચીન પરંપરા જાળવવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતાં.