જુનાગઢનો પ્રખ્યાત યુટ્યૂબર ધવલ દોમડિયા સહિત જુગાર રમતા 5 ઝડપાયા.
![]()

જન્માષ્ટમીના તહેવારમાં પોલીસ દ્વારા અઢળક જુગારીઓને ઝડપી પાડવામાં આવતા હોય છે. જન્માષ્ટમીના પર્વના આગમને લઈ પોલીસ પહેલાથી જ તમામ પ્રકારની તૈયારીઓ કરી લે છે અને તમામ જુગારના અડ્ડાઓ પર વોચ રાખતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પોલીસે ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ દરોડ જુનાગઢ, જામનગર અને કચ્છમાં પાડ્યા હતા,જેમાં કોમેડિયન અને પોપ્યુલર યુટ્યુબર ધવલ દોમડિયાને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.
જુનાગઢ એલસીબીને મળેલ બાતમી અનુસાર, તેઓએ એક રહેણાક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જુનાગઢ એલસીબીએ આ દરોડામાં રોકડ,મોબાઈલ સહિત 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં યુટ્યુબર ધવલ દોમડીયા પણ જુગાર રમી રહ્યો હોવાથી તેની પણ ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.












