ગોંડલ નાં ખંભાલીડા ની સીમ મા સળગેલી હાલત માં પુરુષ ની લાશ મળી: તે જેતપુર તાલુકા નાં ખિરસરા નાં રાજુભાઇ બોદર ની હોવાનું બહાર આવ્યુ.
ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામ પાસે અજાણ્યા પુરુષની સળગાવી નાખેલ હાલતમાં મળી આવેલી લાશ બાદ તાલુકા પીએસઆઇ ડીપી ઝાલા સહિતના પોલીસ તંત્રે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોય દરમિયાન આ લાશ જેતપુર તાલુકાના ખીરસરા ગામના રાજુભાઈ બોદર ની હોવાનું બહાર આવતા પોલીસે તેમની સાથેના લાગતા વળગતાઓની પૂછપરછ હાથ ધરી છે અને ગણતરીની કલાકોમાં જ મર્ડર ડિટેક્ટ થઈ જ જશે તેવો આશાવાદ પોલીસ તંત્ર એ વ્યક્ત કર્યો હતો.