Gondal News-ગોંડલ નાં ખંભાલીડા ની સીમ મા સળગેલી હાલત માં પુરુષ ની લાશ મળી: હત્યા કરી સળગાવી દઇ લાશ ફેંકી ગયાની શંકા.
ગોંડલ ના ખંભાલીડા ગામ ની સીમ મા અજાણ્યા પુરુષ ની સળગેલી હાલત મા લાશ મળી આવતા તાલુકા પોલીસ રુરલ ક્રાઇમ બ્રાન્ચ સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ લાશ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ખંભાલીડા ની સીમ માં સળગેલી હાલત માં કોઈ પુરુષ ની લાશ પડી હોવાની જાણ મોડી સાંજે ગામ ના આગેવાન વિક્રમસિંહ જાડેજાએ તાલુકા પોલીસ ને કરી હતી.વિક્રમસિંહ જાડેજા ના જણાવ્યા મુજબ સીમ મા ઢોર ચરાવતાં ગોવાળ દ્વારા મને સાંજે સાત સાડાસાતે જાણ કરાઇ હતી.સીમ વિસ્તાર મા લાશ સળગતી હોવાનુ ઢોર ચરાવનારે સવારે જોયુ હતુ.પરંતુ ડર ના માર્યો કોઈ ને જાણ કરી નહોતી.બાદ મા છેક સાંજે મને જાણ કરી હોય તુરંત પોલીસ માં ખબર કરી હતી.
અજાણ્યા પુરુષ ની લાશ સંપુણઁ સળગેલી હાલત મા હોય કોઈ એ હત્યા કરી ઓળખ પુરાવા નાશ કરવા સળગાવી હોવાનાં અનુમાન સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.