Gondal News-ગોંડલ માં વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિમંડળો દ્વારા પુર્વ ધારાસભ્ય અને યુવા અગ્રણી નુ સન્માન કરાયુ: ટેટુ ચિતરવાનો કોન્ટ્રાક્ટ હજુ યથાવત છે -જયરાજસિહ જાડેજા.

ગોંડલ શહેર તાલુકા ના પ્રબુદ્ધ નગરજનો, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિમંડળો અને ચુટાયાલા હોદ્દેદારો દ્વારા ગોંડલ ની શાંતિ અને સલામતીને લઈ ને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા તેમનાં પુત્ર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નુ વિરોચિત સન્માન કરાયુ હતુ.પ્રત્યુતર માં જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે ગોંડલ પંથક ની સલામતી માટે ટેટુ ચીતરવાનો મારો કોન્ટ્રાક્ટ હજુ યથાવત છે.


તાજેતર માં ગુંદાળા ચોકડી પાસે કોમ્પ્લેક્ષ માં વેપારીઓ ને રંઝાડી લુખ્ખાગીરી કરી રહેલા તત્વો ને ગણેશભાઈ તથા જયરાજસિહ દ્વારા શાન માં સમજાવી સિધાદોર કર્યા ની ઘટનાને લઈ ને પિતા પુત્ર નુ સન્માન કરાયુ હતુ.

 

ગોંડલ માર્કેટ યાર્ડ ના પુર્વ ચેરમેન ગોપાલભાઈ શિંગાળા,ઉદ્યોગપતિ ઘનસુખભાઇ નંદાણીયા,મનોજભાઈ કાલરીયા,ખેડુત આગેવાન હંસરાજભાઇ ડોબરીયા તથા કનકસિંહ જાડેજા દ્વારા સન્માન નાં કાર્યક્રમ માં અનેક સંસ્થાઓ, જ્ઞાતિમંડળો,જીલ્લા,તાલુકા પંચાયત, નગરપાલિકા ના ચુંટાયેલા સદસ્યો તથા હોદેદારો,નાગરીક બેંક તથા માર્કેટ યાર્ડ ના હોદ્દેદારો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા ગણેશભાઈ નુ પાઘડી બાંધી મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યુ હતુ.


સન્માન ના પ્રત્યુતર માં જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે ગોંડલ નુ વાતાવરણ બગાડતા તત્વો સાથે ક્યારેય સમાધાન ના હોઇ શકે.ગોંડલ ના વેપારીઓ કોઈ પણ ભય વગર ધંધો રોજગાર કરે એ મારા માટે મહત્વનુ છે.લુખ્ખા તત્વોને ‘ ટેટુ ‘ ચીતરવાનો મારો કોન્ટ્રાક્ટ ચાલુજ છે.ગોંડલ પંથક ની માતા બહેનો અને પ્રજા ની સલામતી એ મારો ક્ષાત્રધર્મ છે.

એ હમેંશા નિભાવશ.ગણેશભાઈ એ લુખ્ખા તત્વો ને લલકારી કહ્યુ કે કાંતો ગોંડલ છોડીદો, કાંતો લુખ્ખાગીરી છોડીદો.તેમણે કોઈ પણ સમસ્યા માં પ્રજાની સાથે અમારો પરિવાર ખડેપગે ઉભો છે.તેની ખાત્રી આપી હતી.


માર્કેટ યાર્ડ ના ચેરમેન અને જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ગોપાલભાઈ શિંગાળા,કનકસિંહ જાડેજા, મગનભાઈ ઘોણીયા,કિશોરભાઈઅંદિપરા,પી.એલ.વઘાશીયા,અને મનસુખભાઇ સખીયા એ વક્તવ્ય માં ગુંડાગર્દી સામે પિતા પુત્ર દ્વારા ગોંડલ પંથક ને અપાઇ રહેલા રક્ષણ ને બિરદાવી જયરાજસિહ ને સાચા લોકનાયક ગણાવ્યા હતા.


સન્માન સમારોહ માં નાગરિક બેંક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા,નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,રાજેન્દ્રસિંહ જાડેજા,જયંતિભાઈ સાટોડીયા,કુરજીભાઈ ભાલાળા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!