Gondal-એશિયાટીક કેમ્પસમાં “શક્તિ આરાધના” રાસોત્સવનું ઐતિહાસિક આયોજન.
ગોંડલ ખાતે આવેલ એશિયાટીક કોલેજના આંગણે એશિયા કોલેજ તથા મહેતા પબ્લિસિટી દ્વારા નવરાત્રીના નવે નવ દિવસ માટે ઐતિહાસિક ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ રાસોત્સવ વિશેષતા એ છે કે, તેમાં માતાજીનાં આરાધના માટે ગરબે ઘૂમતા ખેલૈયાઓ ઉપર પુષ્પવૃષ્ટિ કરીને માં શક્તિની આરાધના કરવા ગરબાની શરૂઆત કરવામાં આવે છે
આ આયોજન એશિયાટીક કોલેજના અતિ સુંદર કેમ્પસમાં પારિવારિક રીતે ગોંડલના નગરજનો માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શક્તિ આરાધનાના આ રાસોત્સવને નિહાળવા આજ રોજ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેનાર છે આ કાર્યક્રમની નોધ સમગ્ર ગુજરાત કક્ષાએ લેવાય તેવું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેને લગભગ ૮ થી ૧૦ હજાર લોકો નિહાળશે. જેમાં રમેશભાઈ ધડુક, ભાનુબેન બાબરિયા,ભરત ભાઈ બોઘરા,ગીતબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, અલ્પેશભાઇ ઢોલરિયા, જયેશભાઇ રાદડિયા, ગોરધનભાઈ ધામેલિયા, ગોપાલભાઈ ભુવા, રાજૂ ભાર્ગવ, રાજેશકુમાર આલ, રાહુલભાઈ ગમારા, કિશોરસિંહ ઝાલા, ડો. ગિરીશભાઈ ભીમાણી, પ્રફુલભાઇ ટોળીયા, અશોકભાઇ પીપળીયા, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, મનીષભાઈ ચનિયારા, એચ.વી.ચાવડા, પરેશભાઈ ગજેરા, હિનાબેન ઢોલરિયા, વી.પી. વૈષ્ણવ, રાજુભાઇ ડાંગર, દિનેશભાઇ ભુવા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિર્તિબેન દાણીધારીયા, વિજયભાઈ દેસાણી, જેન્તિભાઈ વઘાસિયા, કાંતાબેન સાટોડીયા, ચિરાગભાઈ ગોલ, રાજેન્દ્રસિંહ જાડેજા, ભાવિકાબા વાઘેલા, વાય.બી.જાડેજા, પુનિતભાઈ ચોવટીયા, એ.સી.ડામોર, જે.એમ.ઝાલા, એ.જે.વ્યાસ, હાર્દિકભાઇ ગઢવી, મનસુખભાઇ સખીયા, પૃથ્વીસિંહ જાડેજા, ચંદુભાઈ દૂધાત્રા, ગોંડલ નગરપાલિકાની તમામ કમિટીના ચેરમેનશ્રીઓ તથા સદસ્યશ્રીઓ અને ગોંડલ તાલુકાનાં તમામ ગામના સરપંચશ્રીઓ પણ ખેલૈયાઓને પ્રોત્સાહન પૂરું પાડવા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાના છે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની વિવિધ જગ્યાના મહંતશ્રી ચંદુબાપુ દેસાણી, શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર હરિહાનંદ બાપુ, શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માલબા, શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સુખદેવ બાપુ, મહંતશ્રી પૂ. વિજયબાપુ, મહંતશ્રી પૂ. સીતારામ બાપુ, મહંતશ્રી પૂ. ભરતબાપુ, મહંતશ્રી પૂ. રસિકબાપુ, મહંતશ્રી પૂ. પુનમ માતાજી, બ્રમ્હાકુમારીશ્રી ભાવનાદીદી પણ ખેલૈયાઓને આર્શીવચન આપવા પધારવાના છે.
આ શક્તિ આરાધના રાસોત્સવમાં માતાજીની આરાધના કરવા માટે સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો તુલશી કાપડી, હરદેવભાઈ આહીર, શ્રુતિબેન દૂધરેજિયા, ઉમેશ ગઢવી, અર્જુનસિંહ રાઠોડ, લલિતાબેન ધોડાદરા, નિરંજનભાઈ પંડ્યા, ધીરુભાઈ સરવૈયા, મહિપતસિંહ જાડેજા સહિત સુપ્રશિધ કલાકારો ગરબા ગવડાવાના છે. તથા સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે હેલ્થકેર કોર્ડીનેટર તરીકે દક્ષાબેન મહેતા સેવા આપવાના છે આ રાસોત્સવમાં વિજેતા ખેલૈયાઓને રેફ્રીઝરેટર, વોશિંગ મશીન, મિક્ચર, બ્લેન્ડર, સોલર કુકર સહિત ઘણા બધા પ્રોત્સાહક ઈનામો પણ મળનાર છે. આ કાર્યક્રમનું આયોજન શ્રીમતી ખુશ્બુબેન ગોપાલભાઈ ભુવા – ચેરમેનશ્રી મહિલા કોલેજ ગોંડલ, મયુરભાઈ મહેતા, હિરેનભાઇ ભાલોડીયા, અમિતભાઈ કોઠારી, દીપભાઈ સાકરીયા તથા એશિયાટીક કોલેજની ટીમ દ્વારા એશિયાટીક કેમ્પસના આંગણે કરવામાં આવ્યું છે. જેનો ગોંડલ શહેર અને તાલુકાના ખેલૈયાઓ અને ગોંડલ પંથકના નાગરિકોને વિશેષ લાભ લઈ રહ્યા છે સાથે સાથે જેતપુરથી પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો પધારી રહ્યા છે.