Gondal-ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં જ્ઞાન સાથે ગરબા, વિદ્યાર્થીઓ નવ દિવસ સુધી માંની આરાધના કરે છે.

રાજકોટ જિલ્લાની નામાંકિત ગણાતી ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં જ્ઞાન સાથે ગરબા લેવાઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલનારી આ ગરબીમાં ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની બાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે.

જગદંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં દરરોજ માં ચાચરના ચોકમાં ગરબી પધરાવી ભક્તિ વંદના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

ગરબા પૂર્ણ થયા બાદ અંબા માતાજીની આરતી કરવામાં આવે છે તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

દરરોજ ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે પધારી આ અર્વાચીન ગરબીમાં માં અંબાની ભક્તિ કરવાનો લ્હાવો લે છે અને આનંદ અનુભવે છે.

આ નવ દિવસની અર્વાચીન ગરબીમાં પાર્ટિસિપેટ થયેલ દરેક બાળાઓને ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવે છે.

તેમજ આ દરેક બાળાઓને નવમા નોરતે ગંગોત્રી સ્કૂલ પરિવાર તરફથી લાણી પણ આપવામાં આવશે.

આ અર્વાચીન ગરબીના સુંદર આયોજન માટે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપભાઈ છોટાળા, ગંગોત્રી પરિવાર અને વિદ્યાર્થીઓ પૂરી જહેમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!