Gondal-સરસ્વતી શિશુમંદિર- ગોંડલ ખાતે વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ ની “પ્રાંતીય લોકનૃત્ય પ્રતિયોગિતા” યોજાઈ ગઈ.
![]()
વિશ્વનો પ્રત્યેક દેશ પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ, જીવન મૂલ્યો, જ્ઞાન-વિજ્ઞાન અને મહાપુરુષોનાં અનુભવોનાં રાષ્ટ્રીય વારસાને શિક્ષણનાં માધ્યમથી ભાવિ પેઢીને સોંપવાનો પ્રયત્ન કરે છે. વિદેશી સંસ્કૃતિનાં અંધ અનુકરણની વૃત્તિ દિવસે દિવસે વિદ્યાર્થીઓમાં વધી રહી છે.

આ વૃત્તિ દૂર કરવા વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના પ્રકલ્પ કાર્યરત છે. આ પ્રકલ્પ અંતર્ગત વર્તમાન સત્ર માટે સમગ્ર ભારત દેશમાં “સંસ્કૃતિ મહોત્સવ” તરીકે ઉજવણી કરવી તેવું નક્કી કરવામાં આવ્યું છે. તેમાં વિદ્યાલય કક્ષાથી લઈને, અખિલ ભારતીય સ્તર સુધી કેટલીક નવી શૈલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં વાર્તાકથન, શીઘ્રવકતૃત્વ, મૂર્તિકલા પ્રતિયોગિતા તેમજ લોકનૃત્ય પ્રતિયોગિતાનો સમાવેશ કરવામાં આવેલ છે.

તાજેતરમાં પ્રાંતીય લોકનૃત્ય પ્રતિયોગિતા શ્રી સરસ્વતી શિશુમંદિર ગોંડલ ખાતે સંપન્ન થઈ. જેમાં સમગ્ર ગુજરાત પ્રાંતના ૧૦ વિભાગોમાંથી ૯ વિભાગની, ૯ કૃતિઓમાં ૧૩૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

જેમાં પ્રાંત કક્ષાએ વડોદરા વિભાગ (કાકડકુઈ) એ પ્રથમ સ્થાન, સુરત વિભાગ (અલથાણ) એ દ્વિતીય સ્થાન અને મહેસાણા વિભાગ (કલોલ) એ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ. આ દરેક વિદ્યાર્થીઓને શીલ્ડ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં અપૂર્વભાઈ મણિયાર (વિદ્યા ભારતી ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ), ભરતભાઈ ઢોલરીયા (તા. પં .પ્રમુખ), ચિરાગભાઈ ગોલ (તા. પં. ઉપપ્રમુખ) મનીષભાઈ ચનીયારા (ન.પા.પ્રમુખ), રાજેન્દ્રસિંહ જાડેજા (ન.પા. કારોબારી ચેરમેન) ડો. ફાલ્ગુનભાઈ ગોંડલીયા, ડો. નેહાબેન ગોંડલિયા નિર્મળસિંહ ઝાલા (રા. સ્વ. સંઘ સંઘચાલકજી), જયંતિભાઈ પડસુંબિયા, વિજયભાઈ રાબડીયા, ઉમેદસિંહ હેરમા ( પ્રમુખશ્રી ભારતીય સંસ્કૃતિ પ્રતિષ્ઠાન) તથા મહેશભાઈ ચવાડીયા( મંત્રીશ્રી ભારતીય સંસ્કૃતિ પ્રતિષ્ઠાન) ખાસ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રી દિપકભાઈ ભટ્ટ તેમજ ડો. આશાબેન ભટ્ટે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનાં સંયોજક તરીકે રેખાબેન રાવલે જવાબદારી સંભાળેલ. કાર્યક્રમનું સંચાલન સંજયસિંહ ઝાલાએ કરેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સરસ્વતી શિશુમંદિર ગોંડલની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી.












