Gondal-ગોંડલ નાં પ્રબુદ્ધ નગરજનો અને જ્ઞાતિ મંડળો દ્વારા પુર્વ ધારાસભ્ય તથા યુવા અગ્રણી નુ સન્માન કરવામાં આવશે.

ગોંડલ માં અસામાજીક તત્વોની શાન ઠેકાણે લાવી પ્રજાને ભયમુક્ત વાતાવરણ આપનારા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)જાડેજા નુ ગોંડલ શહેર તાલુકા નાં પ્રબુદ્ધ નગરજનો અને જ્ઞાતિ મંડળો દ્વારા તા.૧૭ મંગળવાર સાંજે પાંચ કલાકે સ્વસ્તિક પાર્ટીપ્લોટ ખાતે અદકેરુ સન્માન કરાશે.
માર્કેટ યાર્ડ નાં પુર્વ ચેરમેન ગોપાલભાઈ શિંગાળા,અગ્રણી ઉદ્યોગપતિ ઘનસુખભાઇ નંદાણીયા,મનોજભાઈ કાલરીયા,ખેડુત આગેવાન બીલીયાળા ના હંસરાજભાઇ ડોબરીયા દ્વારા આયોજીત સન્માન સમારોહ માં જીલ્લા,તાલુકા પંચાયત ના હોદેદારો,નગરપાલીકા તથા નાગરિક બેંક ના હોદેદારો સહિત સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેનારા છે.

error: Content is protected !!