Gondal- ગોંડલ મહારાજા સર ભગવતસિઁહજી એ ભેટ આપેલ 107 વષૅ જુની પ્રાચિન ગરબી.

ગોંડલ નાનીબજાર આયૅ શેરીમાં મહારાજા સર ભગવતસિહજીએ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશૅન નો લાભ લઈને ધન્યતા અનુભવતાં હતા આજે પણ આ ગરબીએ તેમની પ્રાચિન સંસ્કૃતિ જાળવી રાખી છે ત્યારે આ ગરમી નુ પ્રેરણા સ્વ તુલસીભાઈ ધડુક દ્વારા સંચાલન કરવામાં આવતું હતું તેમના સ્વર્ગવાસ બાદ પ્રાચીન ગરબીનું સંચાલન તેમના પુત્ર ગોવિંદભાઈ ધડુક દ્વારા આગળ ધપાવવામા આવતું દિનપ્રતિદિન ગૃપ ના સભ્યો વધતા જતા વટવૃક્ષ બની ગયું આજે આયૅશેરી ગૃપના પ્રમુખ તેજશ સંપટ સભ્ય પ્રથમ ખેતીયા, અરબાઝ સુમરા, યુગ ભાલારા, ધાર્મિક વેદ , યસ સંપટ , સહિતના યુવાનો દ્વારા ચાચર ચોકે પ્રાચિન ગરબીની પરંપરા જાળવી રાખી આગળ ધપાવી રહ્યા છે ત્યારે 107 વર્ષ જુની મહારાજા સર ભગવતસિંહજી એ આપેલ ગરબીની જાળવણી કરી નાની બાળાઓ નવરાત્રીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે.

error: Content is protected !!