Dhoraji:-ધોરાજી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ (ચરસનો) મોટો જથ્થો પકડી પાડતી  રાજકોટ ગ્રામ્ય એસ.ઓ. જી. બ્રાંચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ  દ્રારા તા-૦૭/૧૦/૨૦૨૩ થી તારીખ-૨૧/૧૦/૨૦૨૩ સુધી નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા ખાસ ડ્રાઇવ આપેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠૌડ ,રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ડ્રાઇવમાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ હોય, જેથી એલ.સી.બી. પો.ઇન્સ  વી.વી.ઓડેદરા  તથા એલ.સી.બી પો.સબ.ઇન્સ ડી.જી.બડવા  તથા એસ.ઓ.જી, I/C પો.ઇન્સ  બી.સી. મિયાત્રા  એસ.ઓ.જી નાસ્ટાફ સાથે ધોરાજી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી પો.સબ.ઇન્સ ડી.જી.બડવા  નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, બિસ્વજીત નામનો ઇસમ જે ઓરીસ્સા નો વતની હોય, જેણે શરીરે સ્કાઇ બ્લુ કલર નો શર્ટ તથા નીચે ગ્રે કલર નુ જીન્સ પૅટ પહેરેલ હોય,તે કોઇ વાહન મારફતે ધોરાજી સરદાર ચોક ખાતે પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદકપદાર્થ નો જથ્થો રાખી તેની ડીલીવરી કરવા માટે આવનાર છે. તે હકિકત આધારે રેઇડ કરતા આરોપી પાસેથી માદક પદાર્થ (ચરસ) જથ્થો ૧.૧૦૦ કિલોગ્રામ જેની કિ.રૂ.૧,૬૫,૦૦૦/- સાથે ઝડપી પાડી ધોરાજી સીટી પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી

બિસ્વજીત ઉર્ફે કાના કૈલાશચંન્દ્ર ગૌડા જાતે હિંદુ ઉ.વ.-૨૭ ધંધો-મજુરી રહે મુળ મઠબ્રહમપુર ગામ,થાના-કોદળા જી.ગંજામ રાજ્ય ઓરીસ્સા હાલે સુરત અમરોલી ચાર રસ્તા બ્રીજ પાસે

ખુલ્લામાં કબ્જે કરેલ મુદ્દામાલઃ-

(૧) માદક પદાર્થ ચરસ-૧.૧૦૦ કિલોગ્રામ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-

(૩) રોકડ રકમ કિ.રૂ.૨૫૯૦/- કુલ કિ.રૂ.૧,૭૨,૫૯૦/-

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ-

પોલીસ ઇન્સ્પેક્ટર  વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ ડી.જી.બડવા તથા એસ.ઓ.જી I/C પો.ઇન્સ  બી.સી.મિયાત્રા તથા એ.એસ.આઇ અતુલભાઇ ડાભી તથા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા અમીતભાઇ કનેરીયા તથા વિજયભાઇ વેગડ તથા હિતેષભાઇ અગ્રાવત તથા અરવિંદભાઇ દાફડા તથા ભગીરથસિહ જાડેજા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગોસ્વામી તથા અમિતદાન ગઢવી તથા કાળુભાઇ ધાધલ તથા ડ્રા.એ.એસ.આઇ રાયધનભાઇ ડાંગર સહિત નાં જોડાયા હતા.

error: Content is protected !!