દાઉદી બોહરા ધમગુરુ સૈયદના મુફદ્દદલ સૈફૂદ્દીન સાહેબ ગોંડલ માં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
ગોંડલ – વિશ્વાવ્યાપી દાઉદી બોહરા સમુદાય ના ધર્મગુરુ પરમ પાવન સૈયદના મુફદ્દદલ સૈફૂદ્દીન સાહેબ શુક્રવારે 13 ઓક્ટોબર ના રોજ ગોંડલ આવતા જ સમુદાય દ્વારા ઉસ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું 2014 માં આદરણીય પિતા, સ્વર્ગસ્થ પરમ પાવન સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ ના અવસાન પછી અને સમુદાય ના નેતૃત્વને સાંભળ્યા પછી સૈયદના સૈફફૂદ્દીન ની આ બીજી મુલાકાત છે
ગોંડલ દાઉદી બોહરા સમાજ ના મીડિયા કોઓડિનેતર અબ્બાસભાઈ સદીકોટ રાજ પ્રિન્ટર્સવારા જણાવ્યું હતું ગોંડલ માં સૈયદના સાહેબ એ કબ્રસ્તાન પાસે ની મસ્જિદ નું ઉદ્ધઘાટન કર્યું અને ત્યારબાદ એક અનુયાયી ના ઘરે પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે શુભેચ્છા મુલાકાત કરી તેઓ દેવપરા માં આવેલ મસ્જિદ માં વાએજ અને જુમોઆની નમાજ પડી, અને ત્યાર બાદ તેઓ બપોરે 4 વાગે રાજકોટ જવા રવાના થયા.
સૈયદના મુફદ્દદલ સૈફૂદ્દીન હાલ માં કાઠિયાવાડ પ્રદેશ ના નગરજનો અને ગામો ની મુલાકાતે છે જે ગત સપ્તાહે જસદણ, બગસરા, ચલાલા, વિસાવદર, મેંદરડા, જેતપુર, જૂનાગઢ, ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, અને જામનગર ની મુલાકાત લીધા પછી ગોંડલ પહોંચ્યા હતા.
તે અવારનવાર ભારત અને સમગ્ર વિશ્વમાં ગામડાઓ નગરો અને શહેરો, જ્યાં દાઉદી બોહરા સમુદાયના સામુહિક વિકાસ અને તેઓનો સામનો કરી રહેલા પડકારોને નિહાળવા માટે તેઓ રહે છે તે ગામો ની ખાસ મુસાફરી કરે છે આ પ્રવાસો પાડોશી વિસ્તાર અને વિવિધ રાજ્યોમાંથી નોંધપાત્ર સંખ્યામાં સમુદાયના સભ્યો ને આકર્ષે છે અને સૈયદના સાહેબને પરિપૂર્ણ અને ઉત્પાદક જીવન જીવવા માટે સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કરવાની અને સલાહ આપવા માટેની તક પુરી પાડે છે.
ઘણી સદીઓના ઇતિહાસ સાથે દાઉદી બોહરા સમાજ એ ગોંડલ વ્યાપક પ્રદેશ ના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે 700 થી વધુ સમુદાયના સભ્યો આજે ગોંડલ માં રાહે છે અને તેમની મજબૂત ઉદ્યોગસાહસિક ભાવના અને સફળ વ્યવસાય માટે જાણીતા છે સમુદાય સક્રિયપણે વિવિધ પરોપકારી પ્રવુતિઓ હાથ ધરે છે અને પ્રદેશમાં વિવિધ સામાજિક અને માનવતાવાદી કારણો ને સમર્થન આપે છે