ગોંડલમાં સાંસદ રમેશભાઈ ધડુકએ ડો. સૈયદના સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી.
સૌરાષ્ટ્રના વિવિધ ગામોની મુલાકાત લેતાં લેતાં દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) શુક્રવારે સર ભગવતસિંહની ભુમિ ગોંડલ શહેરમાં પધારતા હજજારો ધર્મપ્રેમી લોકોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટ્યા હતાં લાંબા સમય બાદ તાજદાર ગોંડલમાં પધરામણી કરી અઘતન વ્હોરા મસ્જિદનું ઉદ્દઘાટન અને નામકરણ કર્યું હતું
ખાસ કરીને તૈયબી મસ્જિદમાં વાએઝ ધર્મ પ્રવચન કર્યું જેમાં બિરાદરો ભાવવિભોર બની ગયાં હતાં ગોલકોન્ડાનો ઓતિહાસિક ખજાનો અને કુબેરના ભંડાર જેટલી અઢળક સંપતિના માલિક ડો. સૈયદના સાહેબની ગોંડલ શહેરની મુલાકાત દરમિયાન વિવિઘ સંસ્થા અને આગેવાનો દ્વારા પ્રચંડ આવકાર મળી આવ્યો
દરમિયાન સાંસદશ્રી રમેશભાઈ ધડુકએ વિશ્વ શાંતિદૂત ડો. સૈયદના સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું એમ ગોંડલ દાઉદી વ્હોરા સમાજના પી. આર. કોડિનેટર અબ્બાસભાઈ સાદીકોટ રાજ પ્રિન્ટર્સવાળા ની એક યાદીમાં જણાવાયું છે.