Gondal-નવરાત્રી મા પ્રસિધ્ધ ભુવનેશ્ર્વરી મંદીરે ઘટસ્થાપન સહિત ધાર્મિક આયોજન:
નવરાત્રીના પાવન દિવસો ઉત્સાહભેર શરુ થઈ રહ્યા છે.ત્યારે ગોંડલ ના પ્રસિદ્ધ એવા ભુવનેશ્ર્વરી મંદિર ખાતે પ્રથમ નોરતે ભુવનેશ્ર્વરી પીઠ અધ્યક્ષ ડૉ.રવિદર્શનજી ના હસ્તે વહેલી સવારે બૃમ્હ મુહુર્ત મા ઘટસ્થાપન થશે.સવારે ૬.૪૦ નાં ભુવનેશ્ર્વર મહાદેવ ની આરતી, સાત કલાકે ભુવનેશ્ર્વરી માતાની મહાઆરતી,સવારે સાડાસાત થી આઠ પુ.ઘનશ્યામજી ના સાનિધ્ય મા માતાજી ની સ્તુતિ, દુર્ગા શપ્તશતિ નવચંડી પાઠ નુ સમુહ પઠન,સવારે નવ થી દશ દરમિયાન પ્રત્યક્ષ કુમારીકા નવ દુર્ગા પુજન,બપોરે આરતી બાદ મા દેવીભાગવત કથા,સાજે સાત કલાકે મહાઆરતી,રાત્રે બાલીકા ગરબી નુ આયોજન કરાયુ છે.જપ,તપ ધ્યાન અનુષ્ઠાન સવારે ચાર થી છ દરમિયાન રખાયુ છે.