ગોંડલ નાં કેશવાળા મા ખેતમજુર પર દિપડાએ હુમલો કર્યો:ફોરેસ્ટ ખાતુ દોડી ગયુ:બનાવ ના પગલે ખેડુતો ભયભીત.

ગોંડલ તાલુકા નાં કેશવાળા ગામની સીમ માં ખેડુત ની વાડી ના ઝુપડા મા સુતેલા પરપ્રાંતિય ખેતમજુર ઉપર દિપડાએ હુમલો કરતા જાગી ગયેલા પરીવારે દેકારો કરી મુકતા દિપડો નાશી ગયો હતો.નશીબજોગે ખેતમજુર ને સામાન્ય ઇજા પંહોચી હતી.


પ્રાપ્ત વિગત મુજબ કેશવાળા નાં વિનોદભાઇ ખુંટ ની વાડીએ પરીવાર સાથે ખેતમજુરી કરતા મુળ મધ્યપ્રદેશ નાં ચમારીયા સુરેશભાઈ ઉ.૨૫ રાત્રે વાડીનાં ઝુપડા માં સુતા હતા.ત્યારે રાત્રીનાં બે કલાકે ઝુપડા માં ઘુસીને દિપડાએ સુરેશભાઈ ઉપર હુમલો કર્યો હતા.નિંદ્રાધીન સુરેશભાઈ અચાનક હુમલાથી જબકી ગયા હતા અને રાડારાડ કરતા તેમના કાકા,પત્નિ સહિત નો પરીવાર પણ સંફાળો જાગી જઈ દિપડા ને જોઈ દેકારો કરતા સુરેશભાઈ ને છોડી દિપડો નાશી ગયો હતો.અચાનક બનેલી ઘટનાથી પરીવાર હેબતાઇ ગયુ હતુ બાદ મા બનાવ અંગે વાડીમાલીક વિનોદભાઇ એ ગામ ના સરપંચ વિરજીભાઇ મકવાણાને બનાવ ની જાણ કરતા તેમણે ફોરેસ્ટ વિભાગ ને તુરંત જાણ કરી હતી.જેને પગલે આરએફઓ ડી.એ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એચ.એમ. જાડેજા તથા ટ્રેકર ટીમ કેશવાળા દોડી જઇ દિપડા ની શોધખોળ કરી હતી પરંતુ આસપાસ દિપડા ના કોઈ સગડ મળ્યા ન હતા.ફોરેસ્ટ ટીમ હાલ દિપડા ને જબ્બે કરવા કેશવાળા વિસ્તાર ખુંદી રહીછે.


ઉલ્લેખનીય છેકે આઠ દિવસ પહેલા વાસાવડ તથા કેશવાળા રોડ પર ખેડુતોએ દિપડા જોતા ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી હતી.
વાડીમાં સુતેલા ખેતમજુર પર ઝુપડા માં ઘુસી દિપડાએ હુમલો કર્યા ની ઘટનાએ વાડીએ રાતવાસુ કરતા ખેડુતો ભયભીત બન્યા છે.

error: Content is protected !!