ગોંડલ ના ઉમવાડા રોડ પર ની ઘટના : પ્રેમી પંખીડા એ આલિંગનબધ્ધ બની કુવામાં ઝંપલાવ્યુ:બન્ને ના મોત.
ગોંડલ નાં ઉમવાડા રોડ પર આવેલી વાડીનાં કુવા માં ગતરાત્રે પ્રેમી યુગલે ઝંપલાવી પ્રેમ ની વેદી પર બલિદાન આપ્યુ હતુ.બનાવ ના પગલે દોડી ગયેલી પોલીસે પાણી ભરેલા એંસીફુટ ઉંડા કુવામાં થી બન્ને ના મૃતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ જન્મ માં એક થવુ શક્ય નથી એ જાણી પ્રેમી યુગલ યુવક યુવતી એ ગત રાતે કુવા માં પડી આત્મહત્યા કર્યા ની પ્રાપ્ત વિગત મુજબ લાખાભાઇ ઉર્ફ સાજન વાલાભાઇ ધાનોયા ઉ.૨૨ તથા કડવી ઉર્ફ માલીબેન ભોજાભાઇ ગુજરીયા ઉ.૧૯ એ ગત મોડી રાત્રીના ઉમવાડા રોડ પર આવેલી યોગેશભાઈ રૈયાણી ના કુવામાં ભેટેલી હાલત માં કમર ફરતે ચુંદડી બાંધી ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
સવારે વાડી માલિક ને જાણ થતા પોલીસ તથા ફાયર બ્રિગેડ ને જાણ કરાતા બન્ને ના મૃતદેહ પાણી બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
મૃતક લાખાભાઇ ઉર્ફ સાજનભાઇ ઉમવાડા રોડ પર રમણીકભાઇ ગજેરા ની વાડી ની ગૌશાળા મા પરીવાર સાથે રહેતા હતા.ત્રણ ભાઇઓ તથા એક બહેન ના પરીવાર મા મોટા હતા.તેમનો પરિવાર ગૌશાળા ની સંભાળ રાખતો હતો.જ્યારે કડવી ઉર્ફ માલીબેન મુળ વિસાવદર તાલુકાનાં કાશીયા નેસ અને હાલ બીલીયાળા માં યોગેશભાઈ રાદડીયાની વાડી મા માતા પિતા અને છ ભાઇબહેન ના પરીવાર સાથે રહેતા હતા.માલીબેન ના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને ચાર માસ થી પિયર બીલીયાળા આણુ કરવા આવ્યા હતા.
ગત રાતે પરીવાર ને સુતો મુકી માલીબેન ચુપચાપ ઘરે થી નિકળી ગયા હતા.
બીજી બાજુ લાખાભાઇ રાત્રે દુધના લગવા ભરી પરત ફર્યા ના હોય વાડીમાલીક રમણીકભાઇ તથા અન્ય લોકો એ શોધખોળ કરતા સવારે યોગેશભાઈ ની વાડી નજીક તેનુ મોટરસાયકલ તથા દુધ ના કેન મળી આવતા વાડી મા તપાસ કરતા કુવા પાસે તેના ચપ્પલ પડ્યા હોય કુવા મા નજર કરતા મૃતદેહ તરતા નજરે પડ્યા હતા.
બનાવ અંગે ગોંડલ બી’ડીવીઝન ના મદનસિહ ચૌહાણે તપાસ હાથ ધરી છે.