ગોંડલ તાલુકાનાં ખાંડાધાર નજીક થ્રેશર મશીન પલટી ખાઇ જતા સાત વર્ષ ના બાળક નું મોત: મહીલા ઇજાગ્રસ્ત.

ગોંડલ તાલુકા નાં ખાંડાધાર નજીક માટીનો પાળો ચડી રહેલું થ્રેશર મશીન પલટી ખાઇ જતા થ્રેશર મશીન મા બેઠેલા મજુરો નીચે પટકાતા નિતેશ સુરેશભાઈ ભેડા નામના સાત વર્ષ ના બાળક નું દબાઇ જવાથી મોત નિપજ્યુ હતુ.જ્યારે પુષ્પાબેન શકુલભાઇ ભાંભોર ઉ.૨૦ ઇજાગ્રસ્ત થતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.થ્રેશર મશીન બપોર ના બાર કલાકે ભરતભાઇ આસોદરીયા ની વાડીએ જઈ રહયુ હતુ.ત્યારે માટીના પાળા પરથી પસાર થતી વેળા પલટી મારી જતા અક્સ્માત સર્જાયો હતો.
મૃતક નિતેશ ના પિતા સુરેશભાઈ પિયુષભાઇ કાછડીયા ની વાડીએ રહી ખેત મજુરી કરેછે.સંતાન માં બે પુત્ર તથા બે પુત્રીઓ છે.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!