સંત સિરોમણી પુ.હદતપુરી બાવાજી બાપુ ની ૩૭૨ મી પુણ્યતિથિ ની ઉજવણી: આજે પણ બાવાજી બાપુ ના ખોટા સોગંદ કોઈ ખાઇ શકતુ નથી : મોવિયા ગામ માં અનેરો ઉત્સાહ.

જેમની ખ્યાતિ વિશ્ર્વ વિખ્યાત છે.અને જેમના પરચાનો એક અનેરો ઇતિહાસ છે તેવા મોવિયા નાં સંત શિરોમણિ પુ.હદતપુરી બાવાજી બાપુ ની તા.૧૦ મંગળવાર નાં ૩૭૨ મી પુણ્યતિથિ નિમિતે શોભાયાત્રા,બટુકભોજન,મહાપ્રસાદ, ભજન સહિત અનેક આયોજન કરાયા છે.પુણ્યતિથિ ને લઈ ને સમસ્ત મોવિયા ગામ માં ઉત્સાહ નો માહોલ છવાયો છે.
ઇતિહાસ તરફ નજર નાંખીએ તો શિવજી નાં અનન્ય ભક્ત પુ હદતપરી બાવાજી બાપુએ આશરે ૩૭૨ વર્ષ પહેલા મોવિયા આવી જુદા જુદા બાર નેસ ને એક કરી મોવિયા નુ તોરણ બાંધી લોકોને અભય વચન આપ્યુ હતુ.તપ સાધના થી શિવજી ને પ્રશન્ન કરી વચન માંગ્યુ કે કોઈ મારી માનતા કરશે તો તેનુ કામ આપે કરવુ પડશે.ત્યારથી લઈ આજસુધી હજારો લોકોએ બાવાજી બાપુની માનતા રાખી ઉચીત ફળ મેળવ્યુ છે.સવંત ૧૭૦૭ પુ.બાવાજી બાપુએ ચૈતન્ય સમાધિ લીધી હતી.ત્યારથી લઈ ને આજસુધી સાચા ખોટા નાં પારખા માટે કોઈ બાવાજી બાપુ નાં ખોટા સોગંદ ખાઇ શકતા નથી. દર સોમવારે દુર દુર થી હજારો શ્રધ્ધાળુઓ પદયાત્રા કરી મોવિયા બાવાજી બાપુ ના સમાધી મંદિરે માનતા ઉતારવા આવેછે.બાવાજી બાપુ ની પુણ્યતિથિ નિમિતે
તા.૧૦ મંગળવાર નાં બપોર ના શોભાયાત્રા નીકળશે.સવારે સાત થી બપોર ના બે દરમિયાન મહારકતદાન કેમ્પ નુ આયોજન કરાયુ છે.મહાપ્રસાદ તથા બટુકભોજન ઉપરાંત રાત્રે સંતવાણીનું આયોજન કરાયુ છે. દર્શન,ભોજન, ભજન નો ધાર્મિક લાભ લેવા મહંત શૈલેશપરી ગૌસ્વામી,અજયપરી તથા જયપરી ની યાદી મા જણાવાયુ છે.

error: Content is protected !!