આટકોટ તથા ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર તસ્કર ટોળકીને રૂ.૬,૩૫,૭૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

ગઇ તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ આટકોટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૯૨૨૩૦૩૯૫/૨૦૨૩ આઇ.પી.સી. કલમ- ૪૫૪, ૩૮૦ મુજબનો રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૮,૦૩,૦૦૦/- ની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠૉડ  દ્વારા આ ગુન્હો સત્વરે શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર  વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ તથા ડી.જી.બડવા નાઓ એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસો સાથે તપાસમાં હતા.

 

દરમ્યાન ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસ થી મળેલ માહિતી આધારે આ ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર કુલ ત્રણ ઇસમોને રૂ.૬,૩૫,૭૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. તેમજ મજકુર ઇસમોની આગવી ઢબે પુછપરછ કરતા આટકોટ પોસ્ટે.ના પાંચવડા ગામે, તથા સાણથલી મે તેમજ ગોંડલ તાલુકા પો.સ્ટેના મોટી ખીલોરી ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાની કબુલાત આપેલ છે. આમ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હા શોધી કાઢવામાં આવેલ છે અને મજકુર ત્રણેય ઇસમોને આગળની કાયદેસર કાર્યવાહી કરવા સારૂ આટકોટ પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧) અજય ઉર્ફે બોળીયો સ.ઓ. જેન્તીભાઇ ઉર્ફે ભરતભાઇ લકાભાઇ ઝાંપડીયા (કોળી) રહે. હાલ, ભોજાવદર તા.ઉમરાળા તથા જરીયા ગામ મુળ, ગામ. તુરખા તા.પાળીયાદ જી.બોટાદ (૨) ચંદુભાઇ સ.ઓ. ધીરૂભાઇ દેવશીભાઇ પરમાર (દેવીપુજક) રહે. ગોંડલ વેરી તળાવ પાસે

તા.ગોંડલ જી.રાજકોટ (૩) ભરતભાઇ સ.ઓ. કેશુભાઇ જેઠાભાઇ પરમાર (દેવીપુજક) રહે.પાલીતાણા, ગરાજીયા રોડ, ભીલવાસ તા.પાલીતાણા જી.ભાવનગર


કબજે કરેલ મુદામાલ –

(૧) રોકડ રકમ રૂપિયા-૨,૦૧,૯૦૦/-

(૨) મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૧૫,૫૦૦/-

(3) સોનાના દાગીના કિ૩૩,૯૯,૬૦૦/- (૪) ચાંદીના દાગીના કિ.રૂ.૯,૯૬૦/-

(૫) મોટર સાયકલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-

(૬) ચોરી કરવા ઉપયોગમા લીધેલ સાધનો કિ.રૂ.૧૦૦/-

કુલ રૂ. ૬,૩૫,૭૬૦/-

આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓઃ-

આ કામના આરોપીઓ દિવસ રાત્રીના ગ્રામ્ય વિસ્તારોમાં નિકળી બંધ મકાનોને ટાર્ગેટ કરી પોતાની સાથે ડીસમીસ (સ્ક્રુ ડ્રાઇવર), એડજેસ્ટેબલ પાનુ વિગેરે હથિયારો સાથે રાખી તેના વડે તાળા/નકુચા તોડી ઘરફોડ ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.

આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસઃ-

આ કામના આરોપી નં.(૧) અજય ઉર્ફે બોળીયો સ.ઓ. જેન્તીભાઇ ઉર્ફે ભરતભાઇ લકાભાઇ ઝાંપડીયા વિરૂધ્ધ અગાઉ નીચે મુજબના ગુન્હા નોંધાયેલ છે.

(૧) ગોંડલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૬૨૩૦૦૨૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૪૫૪,૩૮૦ મુજબ (૨) ગોંડલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૬૨૩૦૦૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૪૫૪,૩૮૦મુજબ

(૩) વિંછીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૩૦૬૮૨૩૦૦૪૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબ

(૪) વિંછીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૬૮૨૩૦૨૪૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૪૦૧, ૩૪ મુજબ. (૫) ગીર સોમનાથ, ઉના પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૬૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૪૫૪, ૩૮૦ મુજબ.

(૬) બોટાદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૩૦૬૪૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૪૫૪,૩૮૦ મુજબ, (૭) બોટાદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૩૦૬૯૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૪૫૪,૩૮૦ મુજબ, (૮) ભાવનગર, વલ્લભીપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૫૨૩૦૨૮૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૪૫૪,૩૮૦ મુજબ.

કામગીરી કરનાર ટીમા

આ કામગીરીમાં એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એચ.સી.ગોહિલ, શ્રી ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમીતસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રીવેદી તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, દિગ્વિજયસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, રોહિતભાઇ બકોત્રા, ધર્મેશભાઇ બાવળીયા, વિરરાજભાઇ ધાધલ, નિલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઇ સુવા, શકિતસિંહ જાડેજા તથા પો.કોન્સ. મનોજભાઇ બાયલ, ભોજાભાઇ ત્રમટા, મથુરભાઇ વાસાણી, ભાવેશભાઇ મકવાણા, રસીકભાઇ જમોડ, ધનશ્યામસિંહ જાડેજા, મેહુલભાઇ સોનરાજ, પ્રકાશભાઇ પરમાર, મહેશભાઇ સારીખડા, કૌશિકભાઇ જોષી તથા ડ્રા.પો.કો. દિલીપસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા, અબ્દુલભાઇ શેખ, વિરમભાઇ સમેચા વિગેરેનાઓ જોડાયેલ હતા,

error: Content is protected !!