ગોંડલ ભગવતપરામાં નણંદ -ભોજાઈ વચ્ચે મારામારી સર્જાઈ.

ભોજાઈ એ પોતાની પુત્રી નો કબજો કોર્ટ દ્વારા મેળવ્યો હતો બાદમાં પૂર્વ નણંદનો દીકરો સામે મળતા બોલાચાલી થઈ હતી અને સંબંધે પુર્વે નાં નણંદ ભોજાઈ વચ્ચે ઝઘડો થયો હતો

 

ગોંડલના ભગવતપરા ઘોઘાવદર રોડ પટેલ વાડી વિસ્તારમાં રહેતા અને ઘરકામ સાથે મહિલા મંડળ લોનનું કામકાજ કરતા મહિલા ને ભોજાઈ વચ્ચે ઝઘડો થયો હતો બંને વચ્ચે માર મારી થયા બાદ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

પ્રાપ્ત વિગતો મુજબ ભગતપરા ખાતે રહેતા નયનાબેન મનીષભાઈ પરમાર ઉંમર વર્ષ 34 ને ભગવતપરામાં જ રહેતા તેમના ભોજાઈ હંસાબેન દલસાણીયા એ ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 504 506 2 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી

ફરિયાદમાં નયનાબેને જણાવ્યું હતું કે તેનો મોટો પુત્ર શુભમ લોનનો હપ્તો ભરવા જઈ રહ્યો હતો ત્યારે હંસાબેન સામે મળ્યા હતા ત્યારે શુભમને રોકી ગાળાગાળી કરી હતી. બાદમાં તેઓ ત્યાં પહોંચતા તેમની સાથે પણ ઝઘડો કરી માર માર્યો હતો .

જ્યારે સામે પક્ષે હંસાબેન હરિભાઈ દલસાણીયા એ પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે તેના પ્રથમ લગ્ન ની પુત્રી આરોહીનો કબજો કોર્ટના હુકમથી મેળવેલ હતો જે તેમના પૂર્વ નણંદને સારું નહીં લાગતા ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

error: Content is protected !!