ગોંડલ તાલુકા ના વાસાવડ   તથા  કેશવાડા  નજીક દિપડો  દેખાયો: ખેત મજુરો  ડરના માર્યા ગોડાઉન ની છત પર ચડી ગયા.

ગોંડલ  તાલુકા ના વાસાવડ  ના લુખેલા વાડી વિસ્તારમાં અને કેશવાળા રોડ ના વિસ્તારો મા દીપડો દેખાતા રાત્રીના વાહોપુ કરવા જતા ખેડૂતો મા ભય ફેલાયો છે, દિવસના વાડી મા નીંદામણ કરતા મજૂર ની સામે અચાનક દિપડો આવી જતાં ખેતરમાં કામ કરતા મજૂરો ભયભીત બની વાડીએ બનાવેલ ગોડાઉન ની છત પર ચડી ગયા હતા.

બનાવ ની જાણ થતા ગોંડલ થી ફોરેસ્ટ અધિકારી જાડેજા વાસાવડ દોડી  આવી તપાસ કરેલ પણ કોઈ ચોક્કસ સગડ મળ્યા ન હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા  વાડી વિસ્તારમાં રહેતા મજુરોને સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે.

error: Content is protected !!