જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા ખેલૈયો નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન.
સેવા કામગીરીને વેગ આપવાના ઉમદા આશયથી જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જોકર્સ આઈ ઇવેન્ટસના સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે.
આ વિશે વિગત આપતા જય શ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પૂથ્વીરાજસિંહ જાડેજા જણાવ્યું હતું કે, ‘અંડર ધ મૂન લાઇટ ગરબા 2023’ના નામથી કોલેજ ચોક સંગ્રામજી ગ્રાઉન્ડ ખેલૈયો નવરાત્રિ મહોત્સવનું આયોજન 3000 ચોરસ મીટર ગ્રાઉન્ડ એરિયામાં કરાશે.
ખેલૈયો નવરાત્રિ ગરબાના આયોજનમાંથી જે આવક થશે, તેમાંથી નવરાત્રિનો ખર્ચ બાદ કર્યા પછી જે રકમ વધશે તેનો ઉપયોગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કરાશે.
ખેલૈયો નવરાત્રિ મહોત્સવમાં જગત જનનીની આરાધના કરવાના ભાવથી આઠમના દિવસે ખાસ ડ્રોન શોનું આયોજન કરાયું છે. તેમજ બાકીના તમામ દિવસો દરમિયાન ગુજરાતના નામાંકિત કલાકારો ગરબાની રમઝટ જમાવશે. આ મહોત્સવમાં ગોંડલ , રાજકોટ અને આસપાસના વિસ્તારના રહીશોને પધારવા માટે જય શ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ પૂથ્વીરાજસિંહ જાડેજા એન ગોંડલના લગતા તમામ રાજકીય તથા સામાજિક સંસ્થાઓને પણ આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.