ગોંડલના ખડવંથલી ગામનાં અનુસૂચિત જાતિના છ લોકો દ્વારા સ્મશાન નીમ કરવામાં મુદ્દે દવા પી આત્મવિલપન ની ચીમકી આપવામાં આવી.

ગત તા. ૧૬ થી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવતા આત્મવિલોકોની ચિમકી અપાઈ.

ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના અનુસુચીત જાતીના લોકો દ્વારા ખડવંથલી ગામે સ્મશાન વિવાદ તેમજ સ્મશાન નિમ કરી આપવા અંગે ખડવંથલી ગામના અનુસુચીત જાતિના ત્રણ યુવાનો દ્વારા ઉપવાસ આંદોલન ગત તા. ૧૬/૦૯/૨૦૨૩ થી ગોંડલ શહેરના ખટારા સ્ટેન્ડ પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ નીચે મંડપ નાખી ઉપવાસ આંદોલન ચાલુ રાખેલ છે અને આ ઉપવાસ આંદોલનની જાણ લગત સરકારી કચેરીઓમાં પણ લેખીત જાણ કરેલ છે

 

 

પરંતુ આજદિન સુધી ઉપરોકત સ્મશાન અંગેની માગણી અંગે સરકાર કે સરકારી અધિકારી દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કે નિર્ણય કરવામાં આવેલ નથી. જેથી તા.૦૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારના ૧૦ થી ૧૧ વાગીયા સુધી ઉપરોકત માંગણી બાબતે સરકાર કે લગત સરકારી અધીકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો તે જ દિવસે એટલે કે તા.૦૫/૧૦/૨૦૨૩ ના રોજ બપોરના ૧૨ થી ૨ ની વચ્ચે નીચે મુજબના અનુસુચીત જાતીના યુવાનો (૧) જીતેન્દ્ર હકાભાઈ પરમાર ઉ.વ.આ.૪૦,૨હે.ખડવંથલી,તા.ગોંડલ, જી.રાજકોટ મો.નં.૯૯૧૩૦ ૩૦૫૯૦ તથા (૨) ભરતભાઈ પમાભાઈ પરમાર ઉ.વ.આ.૩૭, રહે.ખડવંથલી, તા.ગોંડલ, જી.રાજકોટ મો.નં.૯૩૧૬૪ ૧૯૬૬૪ તથા (૩) ભીખુભાઈ ધનાભાઈ પરમાર ઉ.વ.આ.૩૫, રહે.ખડવંથલી,તા.ગોંડલ, જી.રાજકોટ મો.નં.૮૯૮૦૨ ૩૮૭૫૬ તથા (૪) મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ઉ.વ.પુખ્ત,રહે.રામોદ,તા.કોટડા સાંગાણી, જી.રાજકોટ મો.નં.૯૫૩૭૯ ૦૧૭૨૩ તથા (૫) બાબુભાઈ ગોવિંદભાઈ સોલંકી ઉ.વ.પુખ્ત, રહે.ગોંડલ, ભગવતપરા, શેરી નં.૨૯/૧૨, ગોંડલ, જી.રાજકોટ મો.નં.૭૭૭૭૯ ૫૯૨૮૩ તથા (૬) દિનેશભાઈ વાઘજીભાઈ સોલંકી ઉ.વ.પુખ્ત,રહે.ભગવતપરા,શેરી નં.૨૯/૧૪,ગોંડલ, જી.રાજકોટ મો.નં.૯૯૨૫૩ ૪૦૯૯૪ વિગેરે લોકો દ્વારા ગોંડલ શહેરમાં આવેલ ડો.બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે ઝેરી દવા પીને આત્મ વિલોપન કરવામાં આવશે અને આ અંગેની તમામ જવાબદારી લગત સરકારી અધીકારી તથા સરકારની રહેશે જેની આપ સાહેબદ્વારા નોંધ લેવા આ લેખીત અરજીથી અરજ છે.

error: Content is protected !!