ગોંડલના બીલીયાળા પાસેથી પકડાયેલ 12 હજાર બોટલ દારૂના ગુનામાં ફરાર બાઘો ઝડપાયો.
ગોંડલના બિલીયાડા પાસેથી પકડાયેલ 12 હજાર બોટલ દારૂના ગુનામાં ફરાર તૌસીફ ઉર્ફે બાધાને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પી.આઈ.વાય.બી. જાડેજાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, અમીત સિગ્રાવત અને કોન્સ્ટેબલ કુલદિપસિંહ રાણા, સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતો.ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે ગોંડલ તાલુકા પોલીસ મથક, ક્રાઈમ બ્રાંચ અને ભકિતનગર પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર તૌસીફ ઉર્ફે બાધો અસીમ ઉમરેઠીયા (ઉ.વ.32),(રહે.ગીનપાર્ક શેરી નં.2 જંગલેશ્ર્વર)ને રાજકોટના 80 ફુટ રોડ મરચાપીઠ પેટ્રોલપંપ પાસેથી દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનીય છે કે, ગોંડલ તાલુકાના બિલીયાળા ગામ પાસે આવેલ અવધ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં ખુલ્લા પ્લોટમાં નામચીન બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી, તૌસીફ ઉર્ફે બાધો સહીતની આણી ટોળકીએ ટમેટાની આડમાં દારૂ ઉતાર્યો હતો.સ્થાનીક પોલીસના છુપા આર્શીવાદ હોવાથી દારૂનો ધંધો બેરોકટોક ચાલતો હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની 12 હજારથી વધુ બોટલ સહીત કુલ રૂ।એક કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
વોટ્સએપ ગ્રુપ મા જોડાવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો..
https://whatsapp.com/channel/0029Va5rKINLo4hZZxL6Kh3l