ગોંડલ ખાતે એશીયાટીક કેમ્પસ માં લોક સંસ્કૃતિ અને કબીરવાણીના સથવારે કાઠીયાવાડ ની પતીવ્રતા દીકરી ના બસો વર્ષ પહેલાના સાહસ ની સત્યઘટના ને “જીવન નું જંતર” નૃત્ય નાટીકા સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવી.

રમત ગમત યુવા અને સાંસ્કૃતીક વિભાગ અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતી , ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી , રાજકોટ અને એશિયાટિક કેમ્પસ દ્વારા પ્રાયોજિત , આ નૃત્ય નાટિકા તાજેતર માં એશિયાટિક કેમ્પસ , ગોંડલ ખાતે તાજેતર માં યોજાયેલ.
આ નૃત્ય નાટીકા ને વિશેષતા એ હતી કે તેમાં સૌરાષ્ટ્ર ની પતિવ્રતા દીકરી નાથીબાઈ ની સાહસિકતા જીવન સ્વરૂપે રજૂ કરવામાં આવે છે , એટલે કે આજ થી લગભગ બસો વર્ષ પહેલા સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે આવેલ જામસલાયા બંદર ની જાહોજલાલી હતી ત્યારે ત્યાંથી દેશ-પરદેશ માં વેપાર અર્થે ગુજરાત ના યુવાનો દરિયો ખેડવા જતાં. એ સમય માં નાથીબાઈ નામની વણિક કન્યા નું લગ્ન એક જમનાદાસ સાથે થયેલ ત્યારે તેની ઉમર ફક્ત નવ વર્ષ ની હતી થોડા વર્ષો પછી જમનાદાસ યુવાવસ્થા એ પહોચતા તેણે પૈસા કમાવા દરિયો ખેડવાની જીદ કરેલ તે વખતે તેની પત્ની નાથીબાઈ ની ના હોવા છતાં તે છેલ્લી વાર પૈસા કમાવા દરિયો ખેડવા નિકડેલ.

પરંતુ કમનસીબે જમનદાસ જે જહાજ માં હતો તે જહાજ ને ચીન ના દરિયામાં એમ્બોઈ પાસે આવેલ ચાંગબેટ ના લુટારૂ અને નીર્દયી ચાચિયાઓ ના સરદાર ચાંગે પકડીને બંદી બનાવી લીધેલ જેની જાણ સતત 3 વર્ષ સુધી જામસલાયા માં નાથીબાઈ સહિત કોઈને ન હતી. એ વખત ના ઈતીહાસ મુજબ ચાંગે એક વાર બંદી બનાવેલા દરિયાખેડુ ને તે જીવનપર્યંત બંદી માથી મુક્ત કરતો નહી. વર્ષો વીતતા નાથીબાઈ ને બીજા જહાજ મારફત આ વાત ની ખબર પડતાં તેણે પોતાના પતિને આ ખુખાર ડાકુની બંદી માથી મુક્ત કરાવાની હામ ભીડી. તેણે પોતાની માતા ના મકાન તથા મંગલસુત્ર વેચી બચીકુચી મરણમુડી એકઠી કરી એ વખત ના અગ્રણી જહાજ વેપારી સુંદરજી શેઠ ને આ વાત કરી જેથી સુંદરશેઠે સમજાવી કે બેટા મારી 50 વર્ષ ના વેપાર ના અનુભવે હું કહું છું કે ચાંગે પકડેલ માણસ ને કોઈ દિવસ પરત આવતા જોયો નથી તેનું મૃત્યુ ચાંગ બેટ પર જ થાય છે અને બંદીવાન નું શબ દરિયાઈ માછલીઓ ને ખવડાવીદે છે તું ત્યાં જઈશ તો તારી પણ તે જ હાલત થશે માટે તું જામનાને ભૂલી જ અને હજુ તું તરુણાવસ્થા માં છે તો તું બીજા લગ્ન કરી લે , પરંતુ નાથીબાઈ કાઠીયાવાડ ની પતિવ્રતા દીકરી હતી તેને જમનાને પરત લાવવાના સોગંદ ખાઈ સુંદરજીશેઠ ને મદદ કરવા સમજાવ્યા તેથી સુંદરજીશેઠ એ તેને જહાજ ની વ્યવસ્થા કરી આપી અને એમ્બોઈ જઈ ને ત્યાં રહેતા હાશમખોજા નામના હાલાર ના વેપારી ને મળવા નું કહયું. નાથીબાઈ એ એમ્બોઈ જઈ હાશમખોજા ને મળી આખી વાત કરતાં તે પણ હચમચી ગયો ખૂબ સમજાવટ બાદ હાશમખોજા એ તેના દીકરા ને નાથીબાઈ સાથે ચાંગબેટ પર મોકલ્યો ત્યાં જતાં વેત જ ચાચિયાઓએ નથીબાઈ ને પણ બંદી બનાવી ચાંગ સમક્ષ રજૂ કરેલ.

નાથીબાઈ એ ચાંગ ને ભારતીય સંસ્કૃતી નો પત્નીધર્મ અને માનવતા નો ઈતિહાસ વર્ણવી તથા પોતાને ચાંગ ની દીકરી સમાન ગણાવી પોતાના પતિ જમનાદાસ સહીત તમામ ભારતીય બંધકો ને તેની કેદ માથી મુક્ત કરવા આજીજી કરી જેથી કઠોર ચાંગ પીગળી ગયો ચાંગ ની આંખ માં આસું આવી ગયા. નાથીબાઈ ની વાત સાંભળી ચાંગ નું હ્રદય પારિવર્તન થયું અને તેને નાથીબાઈ ના કન્યા દાન તરીકે જમનાદાસ ની સાથે સાથે તમામ ભારતીય બંધકો ને મુક્ત કરી છેક જમસાલાયા સુધી પોતાનું વહાણ મોકલી જમનાદાસ અને તેની સાથેના બંધકો ને નાથીબાઈ ની ઈચ્છા મુજબ પોતાના ઘરે પહોચાડયા
આ કાર્યક્રમ માં એશીયાટીક કેમ્પસ ના સ્થાપક પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભુવા , ગોંડલ પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા , ગોંડલ નાગરીક બેન્ક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા , માર્કેટિંગ યાર્ડ ના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા ,કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા , મહીલા કોલેજ ના ચેરમેન ખુશ્બુબેન ભુવા , ભરતભાઈ ઢોલરીયા , લોકગાયક તુલસીબેન કાપડી , શ્રુતીબેન દૂધરેજીયા , એશીયાટીક કેમ્પસ નો સ્ટાફ તથા વિધ્યાર્થીઓ , જય સરદાર હાઈસ્કૂલ ના વીધ્યાર્થીઓ તથા બહોળી સંખ્યા માં ગોંડલ શહેર અને તાલુકા ના અગ્રણીઓ તથા નગરજનો ઉપસ્થીત રહેલ પ્રેક્ષકોએ રંગમચ પરની પ્રસ્તુતી ને ફિલ્મ જોઈ રહ્યા હોવાનું અનુભવ્યું તથા જે તે સમયની કથા માં રસતરબોળ થઈ ગયા હોવાનું ઉપસ્થીત સર્વે એ જણાવ્યુ હતું .
નાથીબાઈ ના 200 વર્ષ પહેલાના આ અદમ્ય સાહસ અને શોર્યની ગાથા નું ‘ જીવન નું જંતર ‘ નૃત્ય નાટીકા સ્વરૂપે નિર્માણ સંગીત-નૃત્ય-નાટય ક્ષેત્રે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત એવા ડ્રામેટીકસમાં માસ્ટર ડીગ્રી ધરાવતા રાજકોટ ના સુ.શ્રી. જુગ્તા દવે એ કરેલ અને તેની સ્ક્રીપ્ટ અને સંગીત સંકલન ધર્મેન્દ્ર પંડ્યા તથા નૃત્ય નીર્દેશન નીપા દવે પંડ્યા એ કર્યું હતું . આ નૃત્ય નાટીકા ના કલાકારો હેત્વી લીંબડીયા , પ્રીત્વી લીંબડીયા , જોયલ ભટ્ટ હીતાર્થ ભટ્ટ , શુભમ ભટ્ટ , અલ્પેશ ટાંક , રૂષી લીંબડીયા , રોનીત , રૂષીત ત્રિવેદી , ગીત શુક્લ , યશ પંડ્યા , મીત ટાકરીયા , નંદીની કામાણી , પરી પાટડીયા , સોનલ રાવલ તથા ગૌતમ દવે એ મંચ પર પોતાની કલાના કામણ અને નૃત્ય ના ઓજસ પાથર્યા હતા. તથા એશિયાટિક એંન્જીનિયરિંગ કેમ્પસ ના સ્થાપક શ્રી ગોપાલભાઈ ભુવા ના માર્ગદર્શન હેઠળ હિરેનભાઈ ભાલોડીયા , અમીતભાઈ કોઠારી , દીપભાઈ સાકરીયા , મેઘાબેન ગોપીયાણી , આકાશ ચુડાસમા , રાજદીપ જાડેજા , ઉદય કૂવાડીયા , ફૈસલ ખોરાણી , દીપક સાસલા , કૃપાલી લશ્કરી , અક્ષય ડાભી , પૂજા ભાદરકા સહીત તમામ સ્ટાફ એ આ દુર્લભ નૃત્ય નાટીકા ‘ જીવન નું જંતર ‘ ને સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી આ તકે એશીયાટીક કેમ્પસ ની કોમ્પ્યુટર એંન્જીનિયરિંગ ની વિધ્યાર્થીની ઓ રીના કોઠીવાલ , અવની વાઘમશી , ગમારા ઘણી , મીતલ ગોહેલ એ નાથીબાઈ ના શોર્ય ને બીરદાવવા તલવાર રાસ રજૂ કરી સર્વે ને મંત્રમુગ્ધ કરેલ.

error: Content is protected !!