140 મી સુદામા ની ઝોળી:આજે ઓક્ટોબર મહિના નો પહેલો રવિવાર એટલે રોટરી ક્લબ ગોંડલ ની સુદામા ની ઝોળી નો દિવસ.

Loading

સમાજ સાથે એક જવાબદાર મૈત્રીભાવ ની ભાવના નિભાવતી આ સંસ્થા મહિના ના પ્રથમ રવિવારે પોતાની સેવા ના નવા આયામ સાથે હર હંમેશ ઉપસ્થિત જ હોઈ.

આજ ની આ ઝોળી વૈદેહી તથા હીનાબેન પ્રફુલભાઈ ચનિયારા પરિવાર તરફથી માતૃપિતૃ વંદના તરીકે તેમના પરિવાર ના ગો.વા. ગિરધરભાઈ રામજીભાઈ તથા ગો.વા.વિજયાબેન ગિરધરભાઈ ને સમર્પિત છે.

માનવતા ની સેવા ના આ પ્રોજેકટ સુદામા ની જોળી હેઠળ સેવા ની સરવાણી સ્વરૂપે 195 પરિવાર ને માસિક ખાદ્ય સામગ્રી નું વિતરણ થાય છે જેમાં ઘઉં નો લોટ, ખીચડી, બટેટા,બેસન, ડુંગળી તથા શીંગતેલ સહિત ની ખાદ્ય સામગ્રી સમાવિષ્ટ હોઈ છે.
દર મહિને બટેટા ની સેવા જીજ્ઞેશભાઈ બગડાઈ ( જલારામ આલુ ભંડાર) તરફથી આપવામાં આવે છે, છેલ્લા ઘણા સમય થી ઝોળી માં દરેક પરિવાર ને 500 ગ્રામ ચણા ના લોટ તથા 1 લીટર શીંગતેલના વધારાની સામગ્રી સ્વરૂપે અપાય છે જે દાતાશ્રી એ પોતાનું નામ અજ્ઞાત રાખવા ની વિનંતી કરેલ છે જેથી આપણે અહીં એમના નામ નો ઉલ્લેખ કર્યા વગર જ એમનો આભાર વ્યક્ત કરીયે છીએ.આજના સુદામાની જોડી કાર્યક્રમમાં અતિથિ વિસેસ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!