ગોંડલમાં ગૃહ કંકાસથી કંટાળી સગર્ભાનો આપઘાત.

રાજકોટ માવતર ધરાવતા શહેનાઝબેન કયડાએ પોતાના ઘરે ગળાફાંસો લગાવી લીધો, મૃતકના ઉદરમાં છ માસનો ગર્ભ હતો, પરિવારમાં શોક.

ગોંડલમાં ગૃહ કંકાસથી કંટાળી સગર્ભાએ આપઘાત કર્યો હતો. રાજકોટ માવતર ધરાવતા શહેનાઝબેન કયડાએ પોતાના ઘરે ગળાફાંસો લગાવી લીધો હતો. મૃતકના ઉદરમાં છ માસનો ગર્ભ હતો જેથી મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવના પગલે પરિવારમાં શોક છવાયો હતો.આ અંગે મળતી વિગત મુજબ શહેનાઝબેનના લગ્ન ડ્રાઇવિંગનો ધંધો કરતા ગોંડલના બસ સ્ટેશન પાસે સમ્રાટ સોસાયટીમાં રહેતા મહોમ્મદ જમાલભાઈ કયડા સાથે 8 વર્ષ પહેલા થયા હતા. તેને સંતાનમાં હાલ એક પુત્ર છે. શહેનાઝબેન સગર્ભા હતા. તેને 6 માસનો ગર્ભ હતો. દરમિયાન આજે સવારે 6 વાગ્યે શહેનાઝબેને પોતાના ઘરે રૂમમાં છતના હુંક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો લગાવી લીધો હતો. જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. રાજકોટ મૃતકના માવતર પક્ષને જાણ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં ગૃહ ક્લેશથી પગલું ભર્યાનું સામે આવ્યું છે. મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!