ગોંડલ શ્રમિક પરિવારની તરુણીને પ્રેમીએ સગર્ભા બનાવી: તબીબી તપાસમાં ભાંડો ફૂટ્યો.

ગોંડલ તાલુકાના એક ગામમાં પ્રેમીએ 13 વર્ષીય તરુણીને પોતાની સાથે ભગાડી ગયા બાદ પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.ત્યાર બાદ દોઢ વર્ષ બાદ પોલીસે બંનેને શોધી તરુણીને તેમના પરિવારને સોંપી હતી.તબીબી પરીક્ષણમાં તરુણી સગર્ભા હોવાનું જાણવા મળતાં પોલીસે પ્રેમીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ,અગાઉ ગોંડલ તાલુકામાં એક ગામમાં રહેતા અને હાલ મોરબી પંથકમાં રહેતા અને ખેતમજૂરી કરતા પરિવારની 13 વર્ષીય તરુણીને દોઢ વર્ષ પહેલા મૂળ અરવલ્લીનો સુનીલ પરબત ઠાકરો નામનો શખ્સ ભગાડી ગયો હતો.ત્યાર બાદ પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને દોઢ માસ પહેલ જ શોધી પરત લઇ આવ્યા હતા.ત્યાર બાદ તરુણીને બે દિવસ પૂર્વે પેટમાં દુખાવો થતાં તબીબી પરીક્ષણ કરાવતા તેણી સગર્ભા હોવાનું જાણવા મળ્યું હતું.જે અંગે ગોંડલ પોલીસને જાણ થતાં પોલીસે તુરંત કાર્યવાહી કરી પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

error: Content is protected !!