ભુરાયા ખુંટીયાએ વૃધ્ધાને ખુંદી નાખ્યા:ગંભીર ઇજા થી મોત: જસદણ નાં ડોડીયાળા ની ઘટના.

જસદણ તાલુકા ના ડોડીયાળા ગામે ભુરાયા થયેલાં ખુંટીયાએ વૃધ્ધા ને હડફેટે લઇ પછાડી દઇ ખુંદી નાખતા ગંભીર ઇજાને કારણે તેમનુ મોત નિપજ્યુ હતુ.
પ્રાપ્ત વિગત મુજબ ડોડીયાળા રહેતા શાંતાબેન ચકુભાઇ વાસાણી ઉ.૭૦ સવારે દશ ના સુમારે મોટા દિકરા ના ઘરેથી ચાલીને નાના દિકરા ના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પ્લોટ વિસ્તાર માં ભુરાયા થયેલા ખુંટીયાએ વૃધ્ધાને હડફેટે લઇ પછાડી દઇ રીતસર નાં ખુંદી નાખતા પાંસળી સહિત શરીર માં ગંભીર ઇજાઓ થતા વૃધ્ધાને તુરંત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.પરંતુ સારવાર મળે તે પહેલા તેમનુ મોત નિપજ્યું હતુ.

મૃતક શાંતાબેન ને બે પુત્રો છે.મોટા પુત્ર હરેશભાઈ ડેરીફાર્મ નો વ્યવસાય કરેછે.જ્યારે નાના પુત્ર દિલીપભાઈ ખેતીકામ કરેછે.શાંતાબેન નાનાપુત્ર સાથે રહેતા હતા.સવારે હરેશભાઈ ના ઘરેથી નાનાપુત્ર દિલીપભાઈ ને ત્યા જઇ રહ્યા હતા.બનાવ બાદ ગામલોકો એ ખુંટીયા ને પકડી બાંધી દીધો હતો.

error: Content is protected !!