રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં માઁ શક્તિ સ્વરૂપી મહિલાઓની મુખ્ય ભૂમિકા વિષય બાબતે ગોંડલ જિલ્લાની મહિલા સમન્વય બેઠક ગોંડલ ખાતે મળી.
![]()
સ્ત્રી સશક્તિકરણના વર્તમાન સમયમાં રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં મહિલાઓની મુખ્ય ભૂમિકા હોવી જોઈએ
મહિલાઓની સમાજમાં સંગઠિતતા અને સક્રિયતા વધી રહે તે ખૂબ જ પ્રશંસનીય છે અને મહિલાઓમાં રહેલી અપ્રતિમ શક્તિ રાષ્ટ્રના દરેક કાર્યમાં મુખ્ય નિર્ણાયક બની રહે તે માટે મહિલાઓમાં રહેલી સુસુપ્ત શક્તિ જાગૃત કરવા માટે અને મહિલાઓમાં રહેલી શક્તિ રાષ્ટ્રના ફલક ઉપર સક્રિય થાય તે માટે તા,૨૩/૦૯/૨૦૨૩ ના રોજ એશિયાટીક કોલેજ ગોંડલ મુકામે ગોંડલ જિલ્લાની મહિલા સમન્વય બેઠક મળેલ

આ બેઠકમાં સંમેલનની પ્રસ્તાવના માટે ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ રાજકોટ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા સંયોજક શ્રી ચંદુભાઈ ચોવટીયાએ સંમેલનનો ઉદ્દેશ્ય શું છે ? સંમેલનને સફળાત્મક બનાવવા માટે શું પ્રયત્ન કરી શકીએ તે અંગેનું માર્ગદર્શન આપ્યું તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ રાજકોટ વિભાગ કાર્યવાહ નિકુંજભાઈ ખાંટ તથા સંમેલનની સાર્થકતા નારી શક્તિ દ્વારા સમાજ પરિવર્તન વિષય પર ભાર મુકયો તથા વ્યવસ્થાત્મક બાબતમાં જુદી જુદી સમિતિની રચના માટેનું માર્ગદર્શન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગોંડલ જિલ્લાના સહકાર્યવાહ પિયુષભાઈ ઘોણીયાએ પૂરું પાડયું હતું.

આ બેઠકમાં મહિલા સમન્વય ગોંડલ જિલ્લાના સંયોજીકા રંજનબેન ભાખર તથા સહસંયોજીકા ચેતનાબેન મોણપરા તથા સહસંયોજીકા મીરાબેન કોયાણી તથા ધોરાજી, જામકંડોરણા, જેતપુર, ગોંડલ, જસદણ, કોટડાસગાણી, લોધીકાની નગર તથા તાલુકા સંયોજિકા સહ સંયોજિકા મળી એમ અલગ અલગ સાત તાલુકા માંથી ૯૯ અગ્રણી ભારતીય વિચારધારાને સમર્પિત સક્રિય બહેનોએ આ સંમેલનની આયોજન બેઠકમાં ભાગ લીધેલ.
બધા બહેનો સાથે મળીને પોતાના કાર્ય વિસ્તારના તાલુકા,નગર,ગામમાંથી રાષ્ટ્ર અને સમાજને નવી દિશા નિર્દેશ કરે તેવી અગ્રિમ મહિલાઓને બહોળી સંખ્યામાં હાજરી આપશે અને આગામી મહિલા સમન્વય સંમેલનને સફળ તો બનાવશે જ સાથે સાથે नारी राष्ट्रस्य अक्शि अस्तिને સાર્થક કરીને રાષ્ટ્રને અને સમાજને પણ સફળ બનાવવાની જવાબદારી નિભાવશે તેવી સકારાત્મક મહિલા સમિતિની રચના કરવાની જવાબદારી સ્વીકારેલી.












