બપોર ના ચોરી થયેલા ટેલર ટ્રક ને સાંજે એલસીબી એ પકડી પાડ્યુ: પાંચ લાખ ના ટ્રક સાથે પંજાબ ના શખ્સ ની ધરપકડ.
કુચીયાદડ ની શિવમ હોટલ પાસે થી ગત બપોર ના ચોરાયેલો ટ્રક રુરલ ક્રાઇમ બ્રાન્ચે મોડી સાંજ નાં
ઉમવાડા ગામ ના મહાદેવ ના મંદિરે જવાનાં રસ્તા પર થી જડપી લઇ ટ્રક ની ચોરી કરનાર પંજાબ ના શીખ ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગત બપોર ના રાજકોટ નજીક ના કુચીયાદડ પાસે શિવમ હોટેલ પર થી જીજે ૧૮એવી ૮૫૫૯ નંબર ના ટેલર જોડેલા ૧૪ વ્હિલ વાળા ટ્રક ની ચોરી થયા બાદ રુરલ ક્રાઇમ બ્રાન્ચ ને જાણ થતા
પીઆઇ ઓડેદરા,પીએસઆઇ ગોહીલ, બડવા ઉપરાંત સ્ટાફ ના મહેશભાઈ જાની,મહીપાલસિહ જાડેજા,અનિલભાઈ ગુજરાતી,પ્રહલાદસિંહ રાઠોડ, રુપકભાઇ બહોરા,દિગ્વિજયસિંહ રાઠોડ સહિત ના પેટ્રોલિંગ મા હતા ત્યારે ઉમવાડા ગામ પાસે બિલેશ્ર્વર મહાદેવ મંદિર જવાનાં રસ્તે કોઈ શખ્સ ટ્રક વહેચવા ની તજવીજ કરી રહ્યા ની બાતમી મળતા તુરંત ઘસી જઇ રુ.પાંચ લાખ ની કીંમત ના ચોરાયેલા ટ્રક સાથે પંજાબ ના અલહરપીંડી ના જુગરાજકુમાર સુરેન્દ્રકુમાર શીખ ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.