ફરી ફાટક તૂટ્યું : ગોંડલ માં ગુંદાળા રોડ પર આવેલ ગુંદાળા ફાટકને માલવાહક ચાલકે તોડ્યું:ટ્રેન પસાર થવા ના સમયે ઘટના બની.

Loading

ગોંડલ  ના ગુંદાળા રોડ પર આવેલ રેલ્વે ફાટક નંબર 38 સવારે 10.45 વાગ્યે બંધ કરતી સમયે  પુરપાટ ઘસી આવેલા છોટા હાથી (માલવાહક) ના ચાલકે ફાટક ને તોડી પાડ્યું હતું.  બાદ મા ઇમરજન્સી ફાટક બંધ કરી ટ્રેન ને ક્રોસ કરાવાઇ હતી.  માલવાહક ચાલક  ને જડપી લઇ  રેલ્વે પોલીસે  કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત  મુજબ પોરબંદર થી રાજકોટ જતી ટ્રેન સવારે 10.45 વાગ્યે  ગુંદાળા ફાટક પાસે રેલ્વે ટ્રેકપર થી પસાર  થવાની હતી તે સમયે ફાટક બંધ થતા આ સમયે  છોટા હાથી ચાલક ફૂલ સ્પીડ માં આવી જતા ફાટક ને તોડી પાડ્યું હતું.  ચાલક ને ઓન ડ્યુટી ગેઇટ મેને ઝડપી પાડી ઈમરજન્સી ફાટક બંધ કરી ટ્રેન પસાર કરાવાઇ હતી.


સમગ્ર ઘટના ની જાણ રેલ્વે પોલીસ ના PSI અમોલ ને થતા તુરંત સ્થળ પર પહોંચી ચાલક ને ઝડપી લઈ  રેલ્વે સંપત્તિ ની નુકસાની દંડ ની કાર્યવાહી કરાઇ હતી.


ગુંદાળા રોડ શહેર નો મુખ્ય રોડ ગણવામાં આવે છે રોજિંદા નાના મોટા હજારો ની સંખ્યા માં વાહનો અવર જવર કરે છે.ત્યારે  વાહન ચાલકો દ્વારા રેલ્વે  ફાટક ને તોડવા  ની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. ગત ડિસેમ્બર મહિના મા યુટીલિટી કાર ચાલકે ફાટક ને નુકશાન પોહચાડ્યું હતું જાન્યુઆરી મહિના માં આઇસર ચાલકે ફાટક તોડ્યું હતું. ફેબ્રુઆરી મહિના ની શરૂઆત માં બોલેરો કાર ચાલકે ફાટક તોડી પાડ્યું હતું. ત્યાર બાદ ફરી આજે ફાટક તોડી પાડ્યા ની ઘટના સામે આવી હતી.

error: Content is protected !!