ગોંડલ પંથકમાં નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો : બંદૂક માંથી ફાયરિંગ કરી નીલ ગાય નો શિકાર કરવામાં આવ્યો હોવાની ફોરેસ્ટ વિભાગની શંકા.
બંદૂક માંથી ફાયરિંગ કરી નીલ ગાય નો શિકાર કરવામાં આવ્યો હોવાની ફોરેસ્ટ વિભાગની શંકા જતા પોસ્ટ મોર્ટમ ની તાજવીજ હાથ ધરી
હાદસો કા શહેર ગણાતા ગોંડલ પંથકમાં નિત નવા હાદસા બનતા જ રહેતા હોય છે ત્યારે કોલીથડ ગરનાળા ગામની વચ્ચે નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની માહિતી વન વિભાગને મળતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગાયના મૃતદેહ નો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી
બનાવ અંગે ફોરેસ્ટર જાડેજાએ જણાવ્યું હતું કે શનિવારે સાંજના 7:30 વાગ્યાના સુમારે આ ઘટના બની હોવાની જાણ થવા પામી હતી તુરંત ઘટના સ્થળે દોડી જઇ નીલ ગાયના મૃતદેહ નો કબજો લેવામાં આવ્યો હતો અને કોલીથડ પાસે આવેલ ફોરેસ્ટ વિભાગના ઘાસ ડેપોમાં મુકાયો હતો આજે રવિવારની રજા હોવા છતાં પણ વેટનરી ડોક્ટરનો સંપર્ક કરી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાથમિક દૃષ્ટિએ તો બંદૂક માંથી ફાયરિંગ કરી હત્યા નીપજાવવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે વધુ માહિતી પોસ્ટ આવ્યા બાદ જાણવા મળશે તેવું જણાવ્યું હતું.