ગોંડલમાં 15 દિવસથી ચાલી આવતી માથાકૂટમાં ખેડૂત યુવાન પર હુમલો.

Loading

ગોંડલની બીએસએનએલ ઓફિસ પાસે ગઇકાલે સાંજે જુના ડખ્ખાનો ખાર રાખી યુવાન પર કારમાં ધસી આવેલ પાંચ શખ્સોએ છરી, ધોકા, પાઇપ વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ કોટડા સાંગાણી રોડ પર રહેતા નરેન્દ્રસિંહ કિરીટભાઇ ડાભી (ઉ.30)એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વોરા કોટડા રોડ પર રહેતા જયરાજસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા જાડેજા અને ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે 15 દિવસ પહેલા ફરીયાદીના પિતાને આરોપી સાથે માથાકુટ થઇ હોય જેના કારણે બન્ને જુથ વચ્ચે અદાવત ચાલી આવે છે.
ગઇકાલે સાંજે ફરીયાદી પોતાનું બાઇક લઇ બીએસએનએલ કચેરી પાસે ઓટા પર બેઠો હતો ત્યારે આરોપીઓ છરી, ધોકા, પાઇપ સાથે ધસી આવી ફરીયાદી પર હુમલો કરી ઇજા કરી ધમકી આપેલ કે હવે પછી તું ગોંડલમાં એકલો મળજે તને જીવતો રહેવા દેવો નથી તેમ કહી આરોપીઓ નાસી ગયા હતા.
આ બનાવ અંગે ગોંડલ પોલીસે યુવાનની ફરીયાદ પરથી ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!