એશિયાટીક કોલેજ ગોંડલની વિદ્યાર્થિનીઓ દ્વારા ઈજનેરી અભિગમથી પીપળપાનની લુગદીમાથી ગણેશ બનાવવામાં આવ્યા.

એશિયાટીક એન્જીનિયરિંગ ગોંડલ ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા કઈક નવીન અભિગમથી ગણપતિની પ્રતિકૃતિ બનાવી તેની આરાધના કરવામાં આવી રહી છે ગણપતિ દાદાને હિન્દુ સંસ્કૃતિનું ધર્મ વૃક્ષ એવો પીપળો અતિ પ્રિય છે તેથી કોલેજની વિદ્યાર્થિનીઓએ ગણેશ ઉત્સવના ત્રણ દિવસ અગાઉથી એશિયાટીક કેમ્પસમાં આવેલા પીપળાના પાનને પલાળી તેની લુગદી તૈયાર કરી તેમાથી ગણપતિની વિશિષ્ઠ પ્રતિકૃતિ બનાવેલ અને તેનું કેમ્પસમાં સ્થાપન કરી ગણપતિ આરાધના કરવામાં આવી રહી છે આ પ્રતિકૃતિ બનાવવા માટે ૧૧૧૧ પીપળાના પાનને બે દિવસ પલાળી તેમાથી રેશા દૂર કરી યાંત્રિક ઉપકરણ દ્વારા રેશમી લુગદી બનાવી તેનું ધાર્મિક શુદ્ધિકરણ કરી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણપતિની પ્રતિકૃતિ બનાવેલ.
આ તકે એશિયાટીક કેમ્પસના સ્થાપક પ્રમુખ ગોપાલભાઈ ભુવાએ જણાવેલ કે માટી માથી ગણપતિની મુર્તિ બનાવાની પ્રણાલીથી એક કદમ આગળ પીપળાના પાનની લુગદીમાથી ગણપતિ બનાવાનો આ સંકલ્પ ખૂબ પવિત્ર છે કારણ કે પીપળાનું વૃક્ષ ૨૪ કલાક ઓક્સિજન પૂરું પાડે છે અને હિન્દુ ધર્મની દરેક વિધિમાં પીપળાને સ્થાન આપવામાં આવ્યું છે તેથી પીપળાના પાનમાથી બનાવેલ ગણપતિની પ્રતિમાથી વિદ્યાર્થીઓમા ગણપતિ જેવી ઉર્જાવાન બુદ્ધિ ખીલે તેવી ભાવનાથી આ પ્રતિમા વિદ્યાર્થિનીઓ દ્વારા જાતે બનવામાં આવેલ છે. આ રીતે જાતે ગણપતિ પ્રતિમા તૈયાર કરવાથી એન્જીનિયરિંગની વિદ્યાર્થીનીઓમાં બુદ્ધિની સાથે સાથે સર્જનાત્મક શક્તિ પણ વિકસે છે અને આવનાર ભવિષ્યમાં સિવિલ એન્જીનિયરિંગની દુનિયામાં ઉત્કૃષ્ઠ શિલ્પ તૈયાર કરવા માટેના આત્મ વિશ્વાસના બીજ વિદ્યાર્થીઓમા સ્થાપિત થશે.
ઈજનેરી અભિગમથી બનાવેલી આ ગણપતિ અને શિવલિંગની આ પ્રતિકૃતિના દર્શને ગોંડલ અને તેની આસપાસના વિસ્તારના લોકો આવેલ તેઓએ એન્જીનિયરિંગની વિદ્યાર્થિનીઓના નવતર વિચારને બિરદાવેલ આ પ્રતિકૃતિ તૈયાર કરવા માટે એશિયાટીક કેમ્પસની મેનેજમેંટ ટીમના હિરેનભાઇ ભાલોડીયા, અમિતભાઈ કોઠારી, દીપભાઈ સાકરીયા અને મેઘાબેન ગોપીયાણીએ વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપેલ અને બે દિવસની મહેનતના અંતે એશિયાટીક કોલેજની વિદ્યાર્થીનીઓ ઝીકલ મકવાણા, રીના કોઠીવાલ, વિભૂતિ રાઠોડ, વાઘમશી અવની, ગમારા ઘણી, ઈશા માયાણી, કૃપાલી મેઘનાથી, ધર્મીષ્ઠા મકવાણા, કાજલ દાફડા, નંદની માકડિયા અને મિતલ ગોહેલ દ્વારા જાત મહેનતથી આ પ્રતિમા તૈયાર કરવામાં આવેલ. ગણપતિની તૈયાર પ્રતિમાના સ્થાપન કરતાં વિદ્યાર્થીનીઓએ જાતે બનાવેલ પ્રતિમામાં પોતે જીવંત રીતે સંકળાયેલ હોય તેવી ભાવનાત્મક આરાધના ગણપતિ મહોત્સવ દરમિયાન એશિયાટીક કેમ્પસમાં કરવામાં આવી રહી છે.

error: Content is protected !!